Big News : હવે, કેન્સરનો ઉપચાર બનશે સરળ

ખબરી ગુજરાત લાઈફ સ્ટાઈલ

Cancer Treatment: દુનિયાની સૌથી ખતરનાક બિમારીઓમાંથી એક, કેન્સરને લઈ રાહતના સમાચાર સામે આવી રહ્યાં છે. આપને જણાવી દઈએ કે મુંબઈના ટાટા ઇન્સ્ટિટ્યુટના ડોક્ટરોએ કેન્સરનો ઉપચાર શોધી કાઢ્યો છે.

આ પણ વાંચો – અનંત રાધિકા પ્રી-વેડિંગ : સ્પોર્ટ્સથી બોલીવુડ સ્ટાર સુધી સૌએ લગાવ્યા ઠુંમકા

PIC – Social Media

Cancer Treatment: દુનિયાની સૌથી ખતરનાક બિમારીઓમાંથી એક કેન્સરને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આપને જણાવી દઈએ કે મુંબઈના ટાટા ઇન્સ્ટિટ્યુટ (Tata Institute)ના ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ કેન્સરના ઉપચારને લઈ મોટી સફળતા મેળવી છે. કેન્સરના ડોક્ટરોએ એક એવો ઉપચાર તૈયાર કર્યો છે, જે કેન્સર જેવા ગંભીર રોગને બીજાવાર થવા નહિ દે. કેન્સર એક ગંભીર અને જીવલેણ બિમારી છે અને તેનો ઉપચાર ખૂબ જ જટિલ છે. એવામાં ટાટા હોસ્પિટલ (Tata Hospital)ના ડોક્ટરો દ્વારા શોધવામાં આવેલા આ ઉપયારથી કેન્સર જેવા ઘાતક બિમારીની સારવાર સરળ થઈ જશે. ટાટા હોસ્પિટલના ખારઘર સ્થિત એડવાન્સ સેન્ટર ફોર ટ્રિટમેન્ટ, રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઈન કેન્સર હોસ્પિટના ડો. ઈન્દ્રનીલ મિત્રાના દિશા નિર્દેશમાં ઉપચારને શોધવામાં સફળતા મળી છે.

ઉંદરો પર સફળ પરિક્ષણ

એકવાર કેન્સરનો દર્દી સાજો થઈ જાય પછી, કેન્સરનું પુનરાવર્તન ન થાય તેની ખાતરી કરવા માટે યોગ્ય ટ્રાયલ હાથ ધરવામાં આવ્યા છે. ડોકટરોએ ઉંદરોને રેઝવેરાટ્રોલ અને કોપરની સંયુક્ત પ્રો-ઓક્સિડન્ટ ટેબ્લેટ આપી. આ ટેબ્લેટ ક્રોમોઝોનને નિષ્ક્રિય કરવામાં અસરકારક સાબિત થઈ છે. ટાટાના ડોકટરો લગભગ એક દાયકાથી આ અંગે સંશોધન કરી રહ્યા છે. હાલમાં તે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. આ સાથે, આ સારવારમાં અદ્યતન ઇમ્યુનોથેરાપી ટેક્નોલોજીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે દર્દીની રોગપ્રતિકારક શક્તિનો ઉપયોગ કરીને કેન્સરને ઓળખવામાં અને તેનો નાશ કરવામાં મદદ કરે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

એક નેશનલ મીડિયા સાથે વાત કરતા, હોસ્પિટલના ડૉક્ટર રાજેન્દ્રએ કહ્યું કે માનવ કેન્સરના કોષોને સંશોધન માટે ઉંદરોમાં ઇન્જેક્ટ કરવામાં આવ્યા હતા, જેના કારણે તેમનામાં ગાંઠ બની હતી. ત્યારબાદ ઉંદરોની રેડિયેશન થેરાપી, કીમોથેરાપી અને સર્જરી દ્વારા સારવાર કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે જ્યારે આ કેન્સર કોષો મૃત્યુ પામે છે ત્યારે તે નાના ટુકડાઓમાં તૂટી જાય છે, જેને ક્રોમેટિન કણો કહેવામાં આવે છે. આ કણો લોહીના પ્રવાહ દ્વારા શરીરના અન્ય ભાગોમાં જઈ શકે છે અને જ્યારે તેઓ તંદુરસ્ત કોષોમાં પ્રવેશ કરે છે, ત્યારે તેઓ તેમને કેન્સરમાં ફેરવી શકે છે. આ સ્થિતિ સુધારવા માટે, ઉંદરોને રેઝવેરાટ્રોલ અને કોપર (R+Cu) પ્રો-ઓક્સિડન્ટ ટેબ્લેટ્સ આપવામાં આવી હતી. આ ગોળીઓનું સેવન કર્યા પછી, તેમના શરીર પર ક્રોમેટિન કણોની અસર ખતમ થઈ જાય છે, જેના કારણે ફરીથી કેન્સર થવાનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

જાણો, ક્યારે મળશે આ દવા

સંશોધકોના જણાવ્યા અનુસાર, આ નવી દવા R+C ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ની મંજૂરી મળ્યા બાદ જૂન-જુલાઈમાં બજારમાં ઉપલબ્ધ થશે. કેન્સર જેવા જીવલેણ રોગના પુનરાવૃત્તિને રોકવામાં તે 30 ટકા અસરકારક હોવાનો દાવો કરવામાં આવે છે અને કેન્સરની સારવાર પછી દર્દીના શરીરને ઝેરી અસરથી બચાવવામાં 50 ટકા અસરકારક છે.