જુનાગઢમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, ડોગ શોમાં શ્વાનના દિલધડક સ્ટંટ

ખબરી ગુજરાત ગુજરાત

Republic Day : 75માં પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢમાં થઈ રહી છે, ત્યારે ગુજરાત પોલીસના 256 જવાનો 512 મસાલા સાથે ભવ્ય અને દર્શનીય મશાલ પીટી કાર્યક્રમ રજૂ કરશે. આ સાથે અશ્વ શો, ડોગ શો, મલખમ, બાઈક સ્ટંટ શો સહિતના કાર્યક્રમમાં પણ યોજવામાં આવશે.

આ પણ વાંચો : ફાસ્ટેગને લઈ મોટા સમાચાર, 31 જાન્યુઆરી સુધીમાં કરી લેજો અપડેટ

PIC – Social Media

Republic Day : એક શ્વાન કેવી રીતે માનવ જિંદગી બચાવે છે, આંતકવાદીઓને કેવી રીતે ઘુંટણીએ લાવી દે છે અને કેવી રીતે જમીનદોસ્ત કરી દે છે. ઉપરાંત શ્વાનના દાંતની પકડ એટલી મજબૂત હોય છે આતંકવાદી તેનો પીછો છોડાવી શકતો નથી. ઉપરાંત શ્વાનના ઝડપથી સળગતી આડસો અને રિંગમાંથી પસાર થતાં હેરતંગેજ અને અચંબિત કરી દેતા કરતબ તા. 26મી જાન્યુઆરીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિનના ધ્વજ વંદનના કાર્યક્રમમાં જોવા મળશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

એક શ્વાન કેવી રીતે માનવ જિંદગી બચાવે છે, આંતકવાદીઓને કેવી રીતે ઘુંટણીએ લાવી દે છે અને કેવી રીતે જમીનદોસ્ત કરી દે છે. ઉપરાંત શ્વાનના દાંતની પકડ એટલી મજબૂત હોય છે આતંકવાદી તેનો પીછો છોડાવી શકતો નથી. ઉપરાંત શ્વાનના ઝડપથી સળગતી આડસો અને રિંગમાંથી પસાર થતાં હેરતઅંગેજ અને અચંબિત કરી દેતા કરતબ તા. 26મી જાન્યુઆરીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિનના ધ્વજ વંદનના કાર્યક્રમમાં જોવા મળશે.

આ ડોગ શો માટે જહેમત ઉઠાવી રહેલા હેડ કોન્સ્ટેબલ શ્રી હનુભા જાડેજા જણાવે છે કે, અસાલ્ટ ડોગ બસ ઈન્ટરવેન્સનમાં એક આતંકવાદી બસમાં છુપાયેલો હશે, તેને શ્વાન કેવી રીતે જમીન દોસ્ત કરીને સરેન્ડર કરવા મજબૂર કરે છે, તેનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવશે. ફાયર જંપમાં અવરોધોને પાર કરીને શ્વાન સળગતી રિંગમાંથી પસાર થશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ઓબીડીયન્સ ડેમોમાં ડોગ હેન્ડલર જે મુજબ આદેશ આપે તે મુજબ શ્વાન આદેશોનું પાલન કરતો જોવા મળશે. જેમ કે શીટ એટલે બેસી જવું, રોલ એટલે પલટી ખાવી. તેવી જ રીતે અપ, ડાઉન, રેસ્ટ જેવા ડોગ ને કમાન્ડ આપવામાં આવશે અને શ્વાન તેનું અનુસરણ કરતા જોવા મળશે.

ડોગ શોમાં લેબ્રાડોર, જર્મનશેફર્ડ અને બેલ્જિયમમલીનોઈઝ જાતિના ડોગ ભાગ લઈ રહ્યા છે. આ શ્વાનોને ટ્રેકર, સ્નીફર, નાર્કોટિક્સ, અસાલ્ટ જેવી અલગ અલગ પ્રકારની તાલીમ શ્વાન તાલીમ કેન્દ્ર, સૈજપુર બોઘા અમદાવાદ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ અપાય છે.

શ્વાન એક વફાદાર પ્રાણી માનવામાં આવે છે તેની ઊંઘવાની વિશેષ શક્તિના કારણે ઘણા ગુનાઓ ઉકેલવામાં તેની મહત્વની ભૂમિકા હોય છે. આમ, રાજ્યમાં બનતા ગુન્હાઓને શોધવામાં શ્વાનદળ મદદરૂપ થાય છે.