ગિરનાર લીલી પરિક્રમાનો રૂટ અભયારણ્ય વિસ્તારમાં હોવાથી DG સેટ દ્વારા વીજળી પૂરી પડાશે. પરિક્રમા રૂટ અને ભવનાથ વિસ્તારમાં અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે PGVCLની ટીમોને ફરજ સોંપાઈ

Junagadh: ગિરનાર લીલી પરિક્રમામાં કરવામાં આવી જનરેટર દ્વારા લાઈટની સુવિધા

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Dinesh Rathod, Gujarat, Khabri media
Junagadh: જૂનાગઢમાં ગિરનાર લીલી પરિક્રમા માટે ઉમટી પડતા ભાવિકો માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર, જૂનાગઢ મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા જરૂરી વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જેમાં પરિક્રમર્થીઓ માટે લાઈટની સગવડતા માટે તંત્ર દ્વારા પુખ્તા તૈયારીઓ કરી દેવામાં આવી છે.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.

ગિરનાર લીલી પરિક્રમામાં રાત્રી મુકામના આઠ પડાવ ખાતે જનરેટરના માધ્યમથી લાઈટની સુવિધા ઉભી કરવામાં આવી છે. મહત્વનું છે કે, પરિક્રમાનો રૂટ અભયારણ્ય વિસ્તારમાં હોવાથી DG સેટ મારફત વીજળી પૂરી પાડવામાં આવશે.

પરિક્રમા રૂટના બોરદેવી ત્રણ રસ્તા, નળ પાણીની જગ્યા માળવેલાની ઘોડી તરફ, જીણાબાવાની મઢીથી માળવેલા તરફ, ઈટવા ડંકી વાળો પોઇન્ટ-1, મોળા પાણીના પુલ (નાળુ) પાસે, ડેરવાડ ત્રણ રસ્તા પાસે અને નળ પાણીની ઘોડીથી માળવેલા સાઈડ પગથીયા પુરા થાય પછી પગથિયા થી 1 કિલોમીટર દૂર (પોર્ટેબલ જનરેટર – 1) DG સેટ મૂકવામાં આવશે.

જૂનાગઢ મહાનગરપાલિકાની હદમાં મનપતંત્ર દ્વારા લાઈટ માટેની જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. ભવનાથ પરિસરમાં વીજ સલામતી જળવાઈ રહે તે માટે પણ વીજતંત્ર જરૂરી ચકાસણી કરવામાં આવી છે.

આ પણ વાંચો: કચ્છ જિલ્‍લામાં નહી કરી શકાય ધરણા કે પ્રદર્શન, કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું

ઉપરાંત પરિક્રમાના રુટ અને ભવનાથ પરિસરમાં વીજ પુરવઠો અવિરત પણે જળવાઈ રહે તે માટે PGVCLની ટીમોને ફરજ સોપવામાં આવી છે. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના નેતૃત્વ અને માર્ગદર્શનમાં તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓ માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.