મહાદેવ બેટિંગ ઍપ કેસમાં વધુ એક એક્ટરની ધરપકડ

ખબરી ગુજરાત મનોરંજન

Mahadev Betting App Case : મહાદેવ બુક બેટિંગ કેસમાં ઘણાં એક્ટર્સના નામ આવી ચુક્યા છે. ત્યારે હવે આ લિસ્ટમાં સાહિલ ખાનનું નામ પણ સામલે થયું છે. અભિનેતાની છત્તીસગઢમાં અટકાયત કરવામાં આવી છે. તેને હાલ મુંબઇ લાવવામાં આવી રહ્યો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

Mahadev Betting App Case : એક્ટર સાહિલ ખાનને (Sahil Khan) લઈ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સાહિલ ખાન ભારે મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. મહાદેવ સટ્ટાબાજી ઍપ કેસમાં તેની મુંબઈ પોલીસ એસઆઈટી દ્વારા અટકાયત કરવામાં આવી છે. સાહિલ ખાન ધ લાયન બુક ઍપ નામની એક સટ્ટાબાજી એપ સાથે જોડાયેલા હતા. જે મહાદેવ સટ્ટાબાજી ઍપ નેટર્વકનો ભાગ છે. આ કેસમાં પહેલા મુંબઈ પોલીસ એસઆઈટીએ તેની પૂછપરછ કરી હતી. એક્ટરે જામીન માટે કોર્ટના દરવાજા ખખડાવ્યાં હતા. પરંતુ તેની જામીન અરજી ફગાવામાં આવી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

એક્ટર સાહિલ ખાનની ધરપકડ

મહાદેવ બુક બેટિંગ મામલે અત્યાર સુધીમાં ઘણી મોટી હસ્તીઓના નામ આવી ચૂક્યા છે. હવે આ યાદીમાં સાહિલ ખાનનું નામ ઉમેરાયું છે. એક્ટરની છત્તીસગઢમાંથી અટકાયત કરવામાં આવી છે. જ્યાંથી તેઓને મુંબઈ લાવવામાં આવી રહ્યાં છે. તેઓ લોટસ બુક 24/7 નામના એક સટ્ટાબાજી વેબસાઈટમાં ભાગીદાર છે. જે મહાદેવ સટ્ટાબાજી એપ નેટવર્કનો ભાગ છે.