ગોઝારો શુક્રવાર : અલગ-અલગ અકસ્માતમાં 5 લોકોના મોત

ખબરી ગુજરાત ગુજરાત

Accident News : ગુજરાત માટે શુક્રવારનો દિવસ ગોઝારો સાબિત થયો હતો. અલગ અલગ જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં 5 લોકોના જીવ ગયા છે તો 20થી વધુ લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો – અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં દાખલ, કરાઈ મોટી સર્જરી

ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં વધારો થતો જાય છે. ત્યારે આજનો દિવસ ગુજરાત માટે ભારે હોય તેમ અલગ અલગ જગ્યાએ અકસ્માતોની વણઝાર સર્જાઇ હતી. આ ગોઝારા અકસ્માતોમાં 5 લોકોએ જીવથી હાથ ધોયા તો 20થી વધુ લોકો ઘાયલ થયા છે. પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક વાહનો સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને ગાડીમાં આગ લાગવાના કારણે બે લોકોના મોત હતા. તો બીજો અકસ્માત રાજ્યના ભરૂચ જિલ્લામાં સર્જાયો હતો. ભરૂચના ઝઘડિયા પાસેના નાના સાંજા ગામ પાસે ડમ્પરની અડફેટે એક મહિલા પોલીસકર્મીનું મોત થયું હતું. બીજી બાજુ બોટાદમાં પીકઅપ વાન પલટી જતા 2નાં મોત, 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા હતા.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

શંખેશ્વર અકસ્માતમાં બે લોકો લોકોના મોત

પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક પિકઅપ વાન અને ડમ્પર સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને ગાડીમાં આગ ભભૂકી ઊઠી હતી. વેગનઆરમાં સવાર બે વ્યક્તિ અંદર જ ફસાઈ ગયા હતા, જેથી તેમનું ઘટનાસ્થળે જ મોત થયું છે. આ બનાવના પગલે માર્ગ પરના લોકો દ્વારા બચાવની કામગીરી કરવામાં આવી તો બીજી તરફ પોલીસને જાણ થતાં તરત જ તે ઘટના સ્થળે દોડી આવી હતી.

બોટાદમાં પીકઅપ વાન પલટી જતા 2નાં મોત

બોટાદના કુંભારા ગામ નજીક મોડી રાત્રીના પીકઅપ વાન પલ્ટી ખાઈ જતા ભીષણ અકસ્માત સર્જાયો. ગમખ્વાર અકસ્માતમાં એક બાળકી અને એક યુવાનનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે 20 થી 25 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા આજુબાજીના લોકો સ્થળ પર દોડી આવ્યા અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોચી તપાસ હાથ ધરી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ભરૂચમાં મહિલા પોલીસકર્મીનું મોત

ભરૂચના ઝઘડિયા પાસેના નાના સાંજા ગામ પાસે ડમ્પરે એક્ટિવાને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલા પોલીસકર્મીનું મોત થયુ હતુ. એક્ટિવામાં મહિલા પોલીસકર્મી તેના પિતા સાથે જતી હતી આ દરમિયાન કાળ બની આવેલ ડમ્પરે મહિલા પોલીસકર્મીને કચડી નાખી હતી. આ ઘટનામાં મહિલાકર્મીએ ઘટના સ્થળે જ પોતાનો જીવ ગમાવ્યો હતો. આ ઘટનાના લાઈવ દ્રશ્ય પણ કેમેરામાં કેદ થયું હતું.