વાઈબ્રન્ટ સમિટ: ગુજરાત સરકાર બેરોજગારી પર કરશે પ્રહાર; જાણો શું છે પ્લાન

ખબરી ગુજરાત ગુજરાત

તુંવર મુજાહિદ; ગાંધીનગર

આગામી વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વાઈબ્રન્ટ સમિટના બે દાયકામાં એક લાખથી વધુ એમઓયુ થયા છે, અત્યાર સુધીમાં થયેલા એમઓયુના 71 ટકા અને છેલ્લે વર્ષ 2019માં યોજાયેલી વાઈબ્રન્ટ સમિટમાં જે એમઓયુ થયા છે તેમાં 81 ટકા ગ્રાઉન્ડ લેવલે સફળ રહ્યા છે.

આ વખતે ગુજરાત સરકારે રોજગારી પર વધારે ધ્યાન આપ્યું છે. ઋષિકેસ પટેલના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી થયેલા એમઓયુ થકી આગામી વર્ષોમાં દોડ લાખથી વધારે લોકોને રોજગાર પ્રાપ્ત થશે. તે ઉપરાંત રાજ્યમાં વેપાર-ધંધાનો વિકાસ થાય તે માટે પણ સકારાત્મક પગલા ભરવાનુ શરૂ કર્યું છે.

10મી વાઈબ્રન્ટ સમિટના પગલે અત્યાર સુધીમાં ગુજરાતમાં 18,485 કરોડના એમઓયુ કરવામાં આવી ચૂક્યા છે, જેમાં 65,032 જેટલી રોજગારીનું સર્જન થવાનું છે. રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે બુધવારે બપોરે ગાંધીનગર ખાતે આ દાવો કર્યો હતો.

આ પણ વાંચો-અડધી રાત્રે ગરબા! ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો કંટાળેલો વ્યક્તિ; જાણો પછી શું થયું?

પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના 27 જિલ્લાઓમાં વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમને સારો એવો પ્રતિસાદ મળ્યો છે, જેમાં 22 હજાર લોકો સહભાગી થયા છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આવકારવા વિવિધ રાજ્યો અને દેશોમાં રાજ્ય સરકારના મંત્રીઓની ઉપસ્થિતિમાં રોડ શો યોજાશે.

આ વખતની વાઈબ્રન્ટમાં એમઓયુ પ્લસ પદ્ધતિ અનુસરવામાં આવી છે, જેના પરિણામે સફળતાનો રેશિયો વધીને 90 ટકા જેટલો રહેવાનું અનુમાન છે, જેમાં જમીનની ઉપલબ્ધતા, ફાયનાન્શિયલ ક્લોઝર, ટેક્નો કોમર્શિયલ અને ફિઝિબિલિટી જેવા પરિબળોના પૂર્ણતઃ અભ્યાસ પર ભાર મૂકવામાં આવ્યો છે.

આ વખતની વાઈબ્રન્ટ સમિટમાં એમઓયુને રાજ્ય કક્ષા સુધી જ સીમિત નહિ રાખીને, જિલ્લા સ્તરે પણ રોકાણકારોને સ્મોલ એન્ડ મીડિયમ ઈન્ડસ્ટ્રીઝ, નાના રોકાણકારોને સહભાગી બનાવવા અને તેમની સ્કીલને પ્રોત્સાહન આપવા આ કાર્યક્રમ હાથ ધરાઈ રહ્યા છે, 27 જિલ્લામાં જે કાર્યક્રમો થયા તેમાં 22 હજારથી વધુ લોકો સહભાગી થયા છે, આ કાર્યક્રમોમાં 39,503 કરોડના એમઓયુ થયા છે, જેનાથી 1.50 લાખથી વધુ રોજગારીની તક ઊભી થશે. છેલ્લે 17 ઓક્ટોબરે અમદાવાદના કાર્યક્રમ દરમિયાન 12,752 કરોડના 484 એમઓયુ થયા છે.

આ પણ વાંચો- વિદ્યાર્થીની મહેનત ને સેવ મમરા જેમ વહેંચી