આકાશમાંથી મિસાઇલનો વરસાદ, જુઓ ઇરાન હુમલાના ભયાવહ વિડિયો

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત

Iran Air Strike : ઈરાન દ્વારા ઇઝરાયલ પર 200 મિસાઇલ છોડવામાં આવી છે. અમેરિકા, બ્રિટન, જર્મની સહિત દુનિયાના મોટાભાગના દેશો આ હુમલાની નિંદા કરી રહ્યાં છે. અમેરિકાએ ઇઝરાયલની સુરક્ષા કરવાની વાત કહી છે.

આ પણ વાંચો – સલમાન ખાનના ફેન્સ માટે આઘાતજનક સમાચાર, થયુ ફાયરિંગ

PIC – Social Media

Iran Air Strike : ઈરાને આખરે પોતાના દુતાવાસ પર એરસ્ટ્રાઇકનો જવાબ આપતા શનિવારે મોડી રાતે ઇઝરાયલ પર ડ્રોન અને મિસાઇલો છોડી છે. મીડિયા અહેવાલ અનુસાર, ઈરાને ઇઝરાયલ પર આશરે 200 મિસાઇલો છોડી છે. ત્યાર બાદ હિજબુલ્લાએ પણ ઇરાન પર રોકેટ છોડ્યા.

ઈરાન તરફથી છોડવામાં આવેલા મિસાઇલ હુમલાને ઇઝરાયલે પોતાના આયરન ડોમની મદદથી નિષ્ફળ બનાવ્યા હતા. ઈરાનના હુમલાથી ઇઝરાયલમાં કોઈપણ જાનહાનિની માહિતી મળી નથી. બીજી બાજુ સોશિયલ મીડિયા પર ઇરાનના મિસાઇલ હુમલા સંબંધિત વિડિઓ વાયરલ થઈ રહ્યાં છે.

જુઓ મિસાઇલ હુમલાના વિડિઓ