સલમાન ખાનના ફેન્સ માટે આઘાતજનક સમાચાર, થયુ ફાયરિંગ

ખબરી ગુજરાત મનોરંજન

Salman Khan News : સલમાન ખાનના ફેન્સ માટે આઘાતજનક સમાચાર સામે આવી રહ્યાં છે. સલમાન ખાનના ઘરની બાહર ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર 2 અજાણ્યા બાઇક સવારો હવામાં ગોળીબાર કરી ફરાર થઈ ગયા હતા.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

Salman Khan News : બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ બાહર ફાયરિંગની ઘટના સામે આવી છે. 2 હુમાલાખોર બાઇક પર સવાર થઈને આવ્યાં હતા. બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ હવામાં ફાયરિંગ કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ ઘટના સવારે 5 વાગ્યાની છે. ઘટના બાદ મુંબઈ પોલીસે તપાસ હાથ ધરી છે અને ગોળી ચલાવનાર શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આ પહેલા પણ સલમાન ખાનને ઘણીવાર મોતની ધમકી મળી ચુકી છે.

સલમાનના ઘર બાહર થયું ફાયરિંગ

સલમાન ખાનના બાંદ્રામાં આવેલા ગેલેક્સિ એપાર્ટમેન્ટ બાહર જ્યારે ફાયરિંગ થયું ત્યારે સલમાન ખાન ઘરે જ હાજર હતા. જણાવી દઈએ કે આરોપીએ હવામાં ફાયરિંગ કર્યું અને તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. મુંબઈ પોલીસે આરોપીઓને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ ઘટનામાં કોઈની ઘાયલ થવાની માહિતી સામે આવી નથી. પોલીસે સલમાન ખાનના ઘરની સુરક્ષા વધારી દીધી છે. જ્યારે બીજી બાજુ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા હુમલાખોરો પર FIR નોંધવામાં આવી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

મુંબઈ પોલીસ તપાસમાં જોડાઈ

પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સલમાનના ઘર અને આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફુટેજની તપાસ કરી રહી છે. સલમાન ખાનને ઘણીવાર ધમકી મળ્યા બાદ સરકાર દ્વારા તેને Y પ્લસ સિક્યોરિટી મળી છે. સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટના પહેલા માળની બાલકની પર હંમેશા ઈદના પ્રસંગે પોતાના ફેન્સને પોતાની ઝલક બતાવે છે. બરાબર તેની બાજુની દિવાલ પર લાગેલા એસી પાસે એક બુલેટ ફાયરનું નિશાન મળ્યું છે. આ મામલે ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે. જણાવી દઈએ કે સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ કેટલીક માફિયા ગેંગ તરફથી મોટુ જોખમ છે.

સલમાન ખાનનું વર્કફ્રન્ટ

સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો આગામી વર્ષ 2025માં ઈદના અવસરે તેની અપકમિંગ ફિલ્મ ‘સિકંદર’ રિલીઝ થવાની છે. સલમાન ખાન છેલ્લીવાર ‘ટાઇગર 3’માં જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે ઈદ-ઉલ-ફિતર 2024ના અવસરે સલમાન ખાને ફિલ્મ ‘સિકંદર’ની ઘોષણા કરતા ફેન્સને ઈદીના રૂપે સરપ્રાઇઝ આપ્યું હતુ.