તા.૨૦ Bharat Headline
RBIએ એક મોટો નિર્ણય લીધો છે. રવિવારે (૩૧ માર્ચ) પણ બેંક ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો છે. આરબીઆઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ એક્સ પર એક ટ્રિટ દ્વારા આ નિર્ણયની માહિતી આપી છે. RBIએ કહ્યું કે, ૩૧ માર્ચ, ૨૦૨૪ના રોજ રવિવાર હોવા છતા તમામ બેંકો ખુલી રહેશે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪નો છેલ્લો દિવસ હોવાને લઈને આ નિર્ણય લેવાયો છે. ૩૧ માર્ચ નાણાકીય વર્ષની એન્યુઅલ ક્લોઝિંગ છે. એટલા માટે તમામ બેંક ખુલ્લી રહેશે.
આ પણ વાંચો – બદાયુ હત્યા કાંડ : બે બાળકોના હત્યારાની માંએ શું કહ્યું જુઓ…
ઈન્કમ ટેક્સની પણ તમામ ઓફિસ ખુલ્લી રહેશે
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
આ પહેલા ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પોતાની તમામ ઓફિસ ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો હતો. વિભાગે ગુડ ફ્રાઈડેની રજા સહિત તમામ શનિવાર અને રવિવારની રજા પણ કેન્સલ કરી દીધી હતી. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ગુડ ફ્રાઈડેને લઈને આ મહિને પડનારા લોન્ગ વીકેન્ડને કેન્સલ કરી દેવાયો હતો. ગુડ ફ્રાઈડે ૨૯ માર્ચે છે. ૩૦ માર્ચે શનિવાર અને ૩૧ માર્ચે ફરી રવિવાર છે. એટલા માટે ૩ દિવસની લાંબી રજા પડી રહી હતી. તેનાથી નાણાકીય વર્ષના અંતમાં વિભાગના અનેક કામ અટકતા હતા.
આજે તમને મળશે છોકરી કે નૌકરી જાણો એક ક્લીક માં!
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય.ચંદ્રચૂડ, આ પ્રથા ખોટી છે, જેના કારણે ટ્રાયલ શરૂ થતી નથી અને આરોપીને જામીન મળતા નથી: