Amreli : કુવામાં ખાબક્યો દીપડો, ભારે મહેનત બાદ કરાયું રેસ્ક્યુ

ખબરી ગુજરાત ગુજરાત

Leopard Rescue : ગ્રામ્ય વિસ્તારની સાથે સાથે હવે શહેરી વિસ્તારો સુધી વન્ય પ્રાણીઓના આંટાફેરા વધ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી રાજકોટ (Rajkot)માં દીપડાના આંટાફેરાના સમાચાર સામે આવી રહ્યાં છે. ત્યારે આજે અમરેલી (Amreli) શહેરના વાડી વિસ્તારમાં દીપડો (Leopard)કુવામાં ખાબક્યો હોવાના સામાચાર મળી રહ્યાં છે.

આ પણ વાંચો : પિતા પુત્રને ન મળી શકે તે માટે માતાએ આપ્યો ખોફનાક ઘટનાને અંજામ

Leopard Rescue : વન્યપ્રાણીઓ શિકારની શોધમાં જંગલ વિસ્તાર છોડી ગ્રામ્ય વિસ્તારો અને હવે ધીમે ધીમે શહેરી વિસ્તારો સુધી પહોંચ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ શહેરમાં દીપડાના આંટાફેરાના સમાચાર સામે આવી રહ્યાં છે. તો આજે અમરેલી શહેરમાં દીપડો કુવામાં ખાબક્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમરેલી શહેરના વાડી વિસ્તારમાં દીપડો કુવામાં ખાબકતા વન વિભાગે મહામહેનતે તેને કુવામાંથી બહાર કઢ્યો હતો. અને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો હતો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

કુવામાં ખાબક્યો દીપડો

મળતી માહિતી પ્રમાણે અમરેલી શહેરના કૈલાશ મુક્તિધામ પાછળ વાડી વિસ્તારમાં દીપડો કુવામાં ખાબક્યો હતો. આ અંગે લોકોને જાણ થતા દીપડાને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતા. તેમજ લોકોએ વનવિભાગને જાણ કરતા લીલીયા વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાને રેસ્ક્યુ કરવા માટે પાંજરુ કુવામાં ઉતાર્યું હતુ. મહામહેનત બાદ આખરે વન વિભાગની ટીમને દીપડાને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી. રેસ્ક્યુ બાદ દીપડાને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

રહેણાંક મકાનમાં ઘૂસ્યો દીપડો

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા ખાંભાના સમઢિયાળા ગામે રહેણાંક મકાનમાં દીપડો ઘૂસ્યો હતો. જેની જાણ થતા લોકોએ તેને ફરજામાં જ બંધક બનાવી વનવિભાગની જાણ કરી હતી. વનવિભાગની ટીમને પણ આ દીપડાના રેસ્ક્યુમાં ભારે ધમપછાડા કરવા પડ્યાં હતા. બીજી બાજુ છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ શહેરમાં દીપડાના આંટાફેરાથી લોકો ભયના માહોલમાં જીવી રહ્યાં છે.