Amreli : ખાંભા ગીરમાં રહેણાંક મકાનમાં ઘૂસ્યો દીપડો

ખબરી ગુજરાત ગુજરાત

Amreli News : જંગલકાંઠાના વિસ્તારોમાં વન્ય પ્રાણીઓની રંઝાડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે અમરેલીના ખાંભા ગીર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં દીપડો (Leopard) ઘૂસ્યો હોવાના સમાચાર સામે આવ્યાં છે.

આ પણ વાંચો : હંસરાજ રઘુવંશીના ભજનથી મંત્રમુગ્ધ થયા પીએમ મોદી

Amreli News : ગુજરાતમાં અવારનવાર દીપડાના હુમલાઓની ઘટનાઓ સામે આવતી રહે છે. એમાંય જંગલ વિસ્તાર અને વાડી વિસ્તારોમાં વન્યપ્રાણીઓની રંઝાડથી ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે અમરેલી જિલ્લાના ખાંભા ગીર (Khambha GIr) વિસ્તારમાં દીપડો (Leopard) રહેણાંક મકાનમાં ઘૂસી જતા ગામલોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ અંગે ગામલોકોએ વનવિભાગને જાણ કરતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ વન વિભાગની ટીમે દીપડાને પાંજરે પૂરતા આખરે ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મળતી માહિતી અનુસાર ખાંભા ગીર વિસ્તારમાં આવેલા સમઢિયાળા ગામે એક રહેણાંક મકાનમાં દીપડો (Leopard) ઘૂસી ગયો હતો. મકાનમાં દીપડો ઘૂસ્યો હોવાની જાણ થતા ગામલોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને દીપડાને જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતા. દીપડો વધુ નુકસાન ન પહોંચાડે તે માટે ગામલોકોએ દીપડાને પશુ બાંધવાના ફરજામાં બહારથી બંધ કરી દીધો હતો અને વનવિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી દીપડાને ટ્રાંગ્યુંલાઈજ કરીને પકડી પાડ્યો હતો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

વન વિભાગની ટીમે દીપડાનું સફળ રેક્યુ (Leopard Rescue) કર્યા બાદ ગામલોકોને રાહતનો શ્વાસ લીધો હતો. રેસ્ક્યુ બાદ વનવિભાગની ટીમ દ્વારા દીપડાને જાસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે.