અમેરિકાએ ઘાતક બોમ્બરના પ્રોડક્શનને આપી મંજૂરી

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત

B-21 Raider Stealth Bomber : અમેરિકાએ તેના નવા સ્કાય બોમ્બરના ઉત્પાદન માટે પરવાનગી આપી દીધી છે. જે દુનિયામાં કોઈપણ જગ્યાએ બોમ્બ મારો કરી શકે છે. ખાસ વાત છે એ છે કે સ્કાય બોમ્બર રડારમાં પણ પકડાશે નહિ. તેનું નામ B-21 Raider Stealth Bomber રાખવામાં આવ્યું છે. તે દુનિયામાં સૌથી ઘાતક અને આધુનિક બોમ્બવર્ષક વિમાન છે.

આ પણ વાંચો : ગુજરાતમાં મસમોટા સટ્ટા કૌભાંડનો પર્દાફાશ, રકમ જાણીને ચોંકી જશો

PIC – Social Media

અમેરિકાએ પોતાના છઠ્ઠી જનરેશનના આધુનિક સ્ટેલ્થ બોમ્બર B-21 Raiderના ઉત્પાદનને લીલી ઝંડી આપી દીધી છે. અમેરિકન વાયુસેના 2025-26 સુધી આવા 100 બોમ્બરની ખરીદી કરશે. જેને 2030 સુધી બી-2 અને બી-1 બોમ્બરની જગ્યાએ તહેનાત કરવામાં આવશે. અમેરિકાએ એવો દાવો કર્યો છે કે આજ સુધી આવું બોમ્બર બનાવામાં આવ્યું નથી.

તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને કોઈપણ રડાર પકડી શકતુ નથી. એટલે કે તે દુશ્મનના ઘરમાં ઘૂસી બમવર્ષા કરીને પરત આવી જશે અને કોઈને ખબર પણ નહિ પડે. અમેરિકાએ 30 વર્ષમાં પહેલીવાર કોઈ સ્ટેલ્થ બમવર્ષક બનાવ્યું છે. આ બોમ્બરને નોર્થરોપ ગ્રમ્મન (Northrop Grumman) કંપની દ્વારા બનાવામાં આવ્યું છે.

હકીકતમાં અત્યાર સુધીમાં કોઈપણ દેશ પાસે આવું બોમ્બર નથી. તે સંપૂર્ણ રીતે ડિઝિટલ છે. તે એક લોન્ગ રેન્જ સ્ટ્રાઇક બોમ્બર (Long Range Strike Bomber – LRS-B) છે. બી-21 રેડર સ્ટેલ્થ બોમ્બર સંપૂર્ણ રીતે ઈન્ટરનેટ સાથે કનેક્ટેડ છે. આવા છ વિમાન બનાવામાં આવ્યાં છે. તેની ચારે બાજુ એવા પદાર્થ અને મેટલનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે રડારની પકડમાં નથી આવતા.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

તે પરંપરાગત અને પરમાણુ બંને હથિયારોથી સજ્જ થઈ શકે છે. તે ઓપન સિસ્ટમ આર્કિટેક્ચર સાથે બનેલ છે. એટલે કે તેમાં ગમે ત્યારે કોઈપણ પ્રકારનું અપડેટ કરી શકાય છે. આ એક ડિજિટલ બોમ્બર છે. એટલે કે તેમાં ઈન્સ્ટોલ કરેલ સોફ્ટવેર, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ બધું જ એક જગ્યાએ બેસીને કંટ્રોલ કરી શકાય છે.

એપ્રિલ 1942માં જાપાન પર કરાયેલી રેડ બાદ તેનું નામ રાઈડર રાખવામાં આવ્યું છે. જેનું નેતૃત્વ લેફ્ટનન્ટ કર્નલ જેમ્સ જીમી ડૂલિટલ કરી રહ્યા હતા. બીજા વિશ્વ યુદ્ધમાં આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હતો. આ બોમ્બર 2026 અને 2027 વચ્ચે યુએસ એરફોર્સમાં જોડાઈ શકે છે.

2000 કિમી પ્રતિકલાકની સ્પીડે ઉડી શકશે

બી – 21 રેડર સ્ટેલ્થ બોમ્બરમાં પ્રેટ એન્ડ વ્હિટનીનું F135-PW-100 એન્જિનના મોડિફાઈ કરીને લગાવામાં આવ્યું છે. એટલે કે તે આશરે 2 હજાર કિમી પ્રતિકલાકની ગતિથી ઉડી શકે છે. કોઈપણ બોમ્બર વિમાન માટે આ ગતિ ઘણી વધુ માનવામાં આવે છે. બની શકે તે આથી વધુ સ્પીડે ઉડી શકે છે પરંતું કંપનીએ તેને લઈ કોઈ ખુલાસો કર્યો નથી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ બમ્બવર્ષક 50 થી 60 હજાર ફુટની ઊંચાઈએ ઉડાન ભરવા સક્ષમ છે. આ બમ્બવર્ષકની સાથે અમેરિકા અત્યાધુનિક લાંબા અંતરના ફાઈટર ઝેટ્સ બનાવી રહ્યું છે. જેને પેનીટ્રેટિંગ કાઉન્ટર એયર નામ આપવામાં આવ્યું છે. નવા ફાઇટર જેટ્સની સાથે મળીને આ બમ્બવર્ષક દુનિયાના કોઈપણ ખૂણે વિનાશ વેરવા માટે સક્ષમ છે.