ચંદ્રની સપાટી પર દોડશે કાર, NASAએ ત્રણ કંપનીઓને કામે લગાડી

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત

NASA ઇચ્છે છે, કે ચંદ્ર પર તેના એસ્ટ્રોનોટ્સ કાર ચલાવે. જેથી લાંબુ અંતર કાપી પાણીની શોધ કરી શકાય. તે માટે નાસાએ 3 કંપનીઓને પસંદ કરી છે. આ કંપનીઓ હવે ચંદ્રની સપાટી પર ચાલે એવી લૂનર ટરેન વ્હિકલ્સ એટલે કે LTV બનાવશે. આવો જાણીએ શું છે નાસાની યોજના…

આ પણ વાંચો – વધતા વિજળી બિલથી પરેશાન છો? તો આજે જ અપનાવો આ ટિપ્સ

PIC – Social Media

ચંદ્રની સપાટી પર લાંબુ અંતર કાપવા માટે નાસા પોતાના એસ્ટ્રોનોટ્સ માટે કાર તૈયાર કરાવી રહ્યું છે. આ માટે તેણે 3 કંપનીઓને પસંદ કરી છે. ઇંટ્યુશિવ મશીન્સ (Intuitive Machines), લૂનર આઉટપોસ્ટ (Lunar Outpost) અને વેન્ટુરી એસ્ટ્રોલેબને (Venturi Astrolab) લૂનર ટરેન વ્હિકલ્સ (Lunar Terrain Vehicles – LTV) બનાવાનું કામ સોંપ્યુ છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ ત્રણેય કંપનીઓ હવે નાસાના અર્ટેમિસ મૂન મિશન (Artemis Moon Mission) માટે લૂનર રોવર બનાવશે. આ રોવર્સનો ઉપયોગ કરીને એસ્ટ્રોનોટ્સ ચંદ્રની સપાટી પર વધુ અંતર સુધી રિસર્ચ કરી શકશે. આ વાહનો અર્ટેમિસ – 5 મિશનમાં એસ્ટ્રોનોટ્સ સાથે ચંદ્ર પર મોકલવામાં આવશે.

હ્યુસ્ટનમાં આવેલા નાસાના જોન્સન સ્પેસ સેન્ટરની ડાયરેક્ટર વનેસા વાઇસે કહ્યું કે અમે અર્ટેમિસ જનરેશન લૂનર એક્સ્પ્લોરેશન વ્હિકલ બનાવા જઈ રહ્યાં છીએ. આ ગાડીઓ ચંદ્ર પર એસ્ટ્રોનોટ્સની તાકાત અને ક્ષમતામાં વધારો કરશે. નાસાએ પોતાના LTVને પોતાની કંપનીઓ દ્વારા તૈયાર કરશે.

ચંદ્ર પર દોડનાર ગાડીઓ માટે નાસા ત્રણ કંપનીઓને 38,374 કરોડ રૂપિયા આપશે. તમામ કંપનીઓ પહેલા ફિઝિબિલિટી રિપોર્ટ બનાવશે. એક વર્ષ અભ્યાસ કરશે. ત્યાર બાદ નાસાની જરૂરિયાત અનુસાર એલટીવી બનાવાનું કામ શરૂ કરશે. પરંતુ માત્ર એક જ કંપનીના એલટીવીને ચંદ્ર પર મોકલવામાં આવશે. બાકીની બે કંપનીઓ ઇચ્છે તો પોતાનુ રિસર્ચ યથાવત રાખી શકે છે. અથવા પોતાની ગાડીઓને અન્ય કોઈ પ્રાઇવેટ એજન્સી દ્વારા ચંદ્ર પર મોકલી શકે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

એક કંપની ગાડીને પસંદ કરવામાં આવશે

એવુ પણ શક્ય છે કે નાસા ભવિષ્યમાં આમાંથી કોઈ એક કંપનીની ગાડી પસંદ કરે. બાકીની બે કંપનીઓની ગાડીઓને બેકઅપ તરીકે રાખી મુકે, અર્ટેમિસ મિશન દરમિયાન આ એલટીવી રિમોટલી ઓપરેટ કરીને પણ ચેક કરવામાં આવશે. જેથી ચંદ્ર પર કોમર્શિયલ એક્ટિવિટી માટે તેનો ઉપયોગ કરી શકાય.

ઘણી રીતે મદદ રૂપ થશે આ LTV

LTVનો ઉપયોગ એસ્ટ્રોનોટ વગર તે જગ્યાએ પણ કરી શકાય છે જ્યાં પહોંચવામાં જોખમ હોય. અથવા તો જ્યાં જવાનું હોય તે જગ્યા વિશે કોઈ જાણકારી ન હોય. જેમ કે ચંદ્રના અંધકારવાળા ભાગમાં અથવા કોઈ ક્રેટરમાં જતા પહેલા આ એલટીવીને તે જગ્યાએ મોકલી રેકી કરવામાં આવશે.