ગુજરાતમાં મસમોટા સટ્ટા કૌભાંડનો પર્દાફાશ, રકમ જાણીને ચોંકી જશો

ખબરી ગુજરાત ગુજરાત

Cricket betting scam : માધવપુરામાંથી પકડાયેલા રૂ. 2500 કરોડનાં ક્રિકેટના સટ્ટા કિંગ અમિત મજીઠીયા સામે ગુજરાતની સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે વધુ એક ગુનો દાખલ કર્યો છે. ખેડૂત, ડિલિવરી બોય તેમજ મજૂરોના નામે ડમી એકાઉન્ટ ખોલી કરોડો રૂપિયાના વ્યવહાર કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે.

આ પણ વાંચો : Junagadh : કવિ નરસિંહ મહેતાના જીવન-કવન પર બનશે વર્ચ્યુઅલ મ્યુઝિયમ

PIC – Social Media

Cricket betting scam : માધવપુરામાંથી પકડાયેલા રૂ. 2500 કરોડનાં ક્રિકેટના સટ્ટા કિંગ અમિત મજીઠીયા (Amit Majedhiya) સામે ગુજરાતની સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે (CID Crime Branch) વધુ એક ગુનો દાખલ કર્યો છે. ખેડૂત, ડિલિવરી બોય તેમજ મજૂરોના નામે ડમી એકાઉન્ટ ખોલી કરોડો રૂપિયાના વ્યવહાર કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. જેમાં મુખ્ય સૂત્રધાર અમિત મજેઠિયાનું વધુ એક 1195 કરોડ રૂપિયાના ક્રિકેટ સટ્ટાના રેકેટ પર્દાફાશ થયો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

માધવપુરામાંથી પકડાયેલા 2500 કરોડના ક્રિકેટ સટ્ટાના (Cricket betting) મુખ્ય સૂત્રધાર અમિત મજેઠિયાનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. કાઈમ બ્રાન્ચે 1195 કરોડ રૂપિયાના ક્રિકેટ સટ્ટાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ રેકેટમાં પણ ઓનલાઈન ઓએસટી અને સીબીટીએફ બુક નામની એપ્લિકેશનથી સટ્ટો રમાડતો હોવાનું સામે આવ્યું છે. આ માટે મજૂરો, ખેડૂત, ડિલિવરી બોયના ડમી બેન્ક એકાઉન્ટનો રૂપિયા ટ્રાન્સફર કરવામાં ઉપયોગ કરાયો હતો. અમિત મજેઠિયા ક્રિકેટ સટ્ટાનું સમગ્ર રેકેટ દુબઈ અને શ્રીલંકાથી હેંડલ કરતો હોવાનું સામે આવ્યું છે.

35 ડમી અકાઉન્ટ દ્વારા રૂપિયાનું ટ્રાન્જેક્શન

ગુજરાત સીઆઇડી ક્રાઇમે 3 બેન્ક એકાઉન્ટની તપાસ કરતા તેમાંથી 35 એકાઉન્ટ મળ્યા હતા. હેમંત ટ્રેડિંગના એકાઉન્ટમાં એક જ વર્ષમાં 342 કરોડ રૂપિયા, શિવમ ટ્રેડિંગના ખાતામાં 636 કરોડ રૂપિયા અને ખોનાજી વાઘેલાના એકાઉન્ટમાં 217 કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન થયા હતા. ખાતેદારનું એકાઉન્ટ સટ્ટો રમાડતી ગેંગ ઓપરેટ કરતી હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

સટ્ટો રમાડવા માટે બનાવાયેલી એપ ભાવેશ સચાણીયા અને અમિત મજેઠિયાના નામે રજિસ્ટર્ડ હતી. સીઆઈડી ક્રાઇમે મજેઠિયા ઉપરાંત ઓમશંકર તિવારી, ભાવેશ સચાણિયા, અશ્વિન સચાણિયા, ધનંજય પટેલ, વિકી અને ભાવેષ જોશી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.