Ahmedabad : તોડકાંડ મામલે IPS સફીન હસનની તાબડતોડ કાર્યવાહી

ખબરી ગુજરાત ગુજરાત

Jagdish, Khabri Media Guajrat

Ahmedabad : અમદાવાદમાં વર્લ્ડકપની ફાઈનલ દરમિયાન દિલ્હીના એક વ્યક્તિ પાસેથી પોલીસે 20 હજાર રૂપિયાનો તોડ કર્યાનો મામલો સામે આવ્યાં હતો. ટ્રાફિક પોલીસે વ્યક્તિ પાસેથી તોડ કરવાના ઈરાદે 20 હજાર રૂપિયા યુપીઆઈ દ્વારા ટ્રાન્સફર કરાવ્યાનું સામે આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો હતો. તેમજ અમદાવાદ પોલીસને કાળી ટીલી લાગી હતી. જો કે આ ઘટનામાં તાબડતોબ કાર્યવાહી કરી આઈપીએસ સફીન હસેને પોલીસ બેડામાં દાખલો બેસાડ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદમાં ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સનું આયોજન, આ માછલી સ્ટેટ ફીશ જાહેર

સમગ્ર મામલો મીડિયાના પ્રકાશમાં આવતા ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. આ અંગે ટ્રાફિક ઈસ્ટ ડીસીપી સફીન હસને કડક કાર્યવાહી કરતા જબાવદાર પોલીસકર્મીઓને ટીઆરબી જવાનોને સસ્પેન્ડ તેમજ તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કર્યા છે.

7 ટીઆરબી જવાન ફરજમુક્ત કરાયા

આઈપીસએસ સફીન હસને જણાવ્યું કે, નાના ચિલોડા પોઈન્ટ પર જે પોલીસકર્મીઓ તહેનાત છે તેમાંથી બે પોલીસ કોન્સ્ટેબલ અને એક હેડ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ મહાવીર સિંહ, પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહ અને તુષાર આ ત્રણેયને તત્કાલિક ફરજ મોકુફ કરવામાં આવ્યાં છે. ઉપરાંત 7 ટીઆરબી જવાબ જે ફરજ પર હતા તેઓને પણ તાત્કાલિક અસરથી સેવામાંથી દૂર કરવામાં આવ્યાં છે. સાથે તેઓએ કહ્યું કે આ મામલે વધુ તપાસ માટે ફરિયાદીની ફરિયાદ નોંધવા એક ટીમ દિલ્હી રવાના કરવામાં આવી છે.

આ પણ વાંચો : Kutch: કચ્છમાં આ તારીખે થશે LMVના ગોલ્ડન અને સિલ્વર નંબરનું ઓકશન, જાણો પૂરી પ્રક્રિયા

શું હતો સમગ્ર મામલો?

અમદાવાદમાં વર્લ્ડકપની ફાઈનલ જોવા આવેલા દિલ્હીના વ્યક્તિઓ પાસેથી નાના ચિલોડા પોઈન્ટ પાસે ચેકિંગ કરતા દારુની બોટલ મળી આવી હતી. આ મામલે ટ્રાફિક પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવાનું દબાણ કરી પોલીસ સ્ટેશને લઈ જવા ધમકાવ્યા હતા. સાથે જ પતાવટના માટે 2 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. આટલા રૂપિયા ન હોય યુવકો પાસેથી રૂપિયા 20 હજાર યુપીઆઈથી ખાતામાં પેમેન્ટ કરાવ્યા હતા. ત્યાર બાદ યુવકોએ મુક્ત કરતા તેઓએ મીડિયા સામે પોલીસકર્મીઓએ તોડ કર્યો હોવાની રજૂઆત કરી હતી. તેમજ પુરાવા પણ આપ્યા હતા.