પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભુજ–કચ્છ (RTO-Bhuj,Kutch) દ્વારા (4-વ્હીલર) એલએમવી કારના ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝ GJ-12-FEનું Auction શરૂ કરવામાં આવનાર છે.

Kutch: કચ્છમાં આ તારીખે થશે LMVના ગોલ્ડન અને સિલ્વર નંબરનું ઓકશન, જાણો પૂરી પ્રક્રિયા

ખબરી ગુજરાત ગુજરાત

Dinesh Rathod, Gujarat, Khabri media
Kutch News: પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભુજ–કચ્છ (RTOBhuj,Kutch) દ્વારા (4-વ્હીલર) એલએમવી કારના ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝ GJ-12-FEનું Auction શરૂ કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી 30/11/2023 સમય સાંજે 04 કલાકે શરૂ થશે . ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 02/12/2023, સમય સાંજે 04 કલાક સુધી રહેશે. ઇ-ઓકશનની શરૂઆત તારીખ 02/12/2023 સમય સાંજે 04 કલાક સુધી ઇ-ઓકશન સમાપ્ત તારીખ 04/12/2023, સમય સાંજે 04 કલાક સુધી થશે.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.

ગોલ્ડન નંબર ફીના દર રૂ.40000, સીલ્વર નંબર ફીના દર રૂ.15000 તથા અન્ય નંબરોના ફીના દર રૂ. 8000 રહેશે. જાહેર કરેલા નંબરોમાંથી જે નંબર ઓનલાઇન ઉપલબ્ધ હશે તે નંબર મેળવી શકાશે.

પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવા http://parivahan.gov.in/fancy પર નોંધણી, યુઝર આઇ.ડી અને પાસવર્ડ મેળવી વાહન વ્યવહાર કમિશનરની કચેરીના પરિપત્ર ક્રમાંક નં. આઇ.ટી./પસંદગી નંબર/Online auction/7421 તા.12/10/2017 Appendix-A (આ સાથે સામેલ છે)ની સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે.

પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભુજ–કચ્છ (RTO-Bhuj,Kutch) દ્વારા (4-વ્હીલર) એલએમવી કારના ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝ GJ-12-FEનું Auction શરૂ કરવામાં આવનાર છે.
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભુજ–કચ્છ (RTO-Bhuj,Kutch) દ્વારા (4-વ્હીલર) એલએમવી કારના ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝ GJ-12-FEનું Auction શરૂ કરવામાં આવનાર છે.

પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇનવોઇસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી સાત દિવસની અંદર www.parivahan.gov.in વેબસાઇટ પરથી CNA ફોર્મ ભરી લેવાનું રહેશે ( Process Flow સામેલ છે.) આવી અરજી કર્યાની તારીખથી 60 દિવસ સુધી અમલી ગણાશે.

આ રીતે 60 દિવસમાં અરજદાર ચોઇસનો કોઇ નંબર નહી મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહી. તો અરજી તારીખથી ગણતા 60 દિવસ એટલે કે છેલ્લા દિવસે રજીસ્ટ્રેશન ઓથોરીટી દ્વારા રેન્ડમ પધ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવશે. જેની સામે અરજદાર કોઇ વાંધો લઇ શકશે નહી.

ખાસ સ્પષ્ટતા કરવાની કે, આ 60 દિવસની મર્યાદા અરજદારને માત્ર વધુ ઓકશનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. 60 દિવસની મર્યાદાના કારણે કામચલાઉ નોંધી પ્રમાણપત્રની 30 દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઇ જોગવાઇ નિયમોમાં કરવામાં આવેલી નથી.

કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પુરૂ થયા બાદ તેમનું વાહન અનરજીસ્ટર્ડ ગણાશે તેમજ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

અરજદારએ હરાજીની પ્રક્રિયા પુરી થયાના પાંચ દિવસમાં બીડ અમાઉન્ટના નાણા જમાં કરાવવાના રહેશે. અરજદાર જો આ નિયત મર્યાદામાં નાણા ચૂકવવામાં નિષ્ફળ જશે તો મુળ ભરેલી રકમ (Base price)ને જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે, જેમાં અરજદાર કોઇ વાંધો લઇ શકશે નહી.

આ પણ વાંચો: જામનગર નજીક દોઢ લાખની ચોરીનો ઉકેલાયો ભેદ

ઓનલાઇન ઓકશન દરમિયાન અરજદારએ આર.બી.આઇ. દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારએ રિફંડ માટે જે તે અરજદારના ખાતામાં SBI e-pay દ્વારા અત્રેની કચેરી દ્વારા પરત કરવામાં આવશે. તેવું પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભુજની યાદીમાં જણાવાયું છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.