Terror Attack : પાકિસ્તાનના એરબેઝ પર મોટો હુમલો

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત

Jagdish, Khabri Media Gujarat :

Terror Attack : પાકિસ્તાનમાં છેલ્લા બે દિવસથી એક પછી એક આતંકી હુમલાઓ થઈ રહ્યાં છે. શનિવાર સવારે હથિયારો સાથે આતંકવાદીઓએ પંજાબ પ્રાંતમાં પાકિસ્તાની વાયુ સેનાના ટ્રેનિંગ એરબેઝ પર હુમલો કર્યો હતો. જેમાં 3 વિમાનો બળીને રાખ થઈ ગયા હતા. જવાબી હુમલામાં સૈનિકોએ 3 હુમલાખોરોને ઠાર કર્યાં હતા.

આ પણ વાંચો : Surat Mass Suicide Case : પોલીસે નોંધ્યો હત્યાનો ગુનો

PIC – Social Media

પાકિસ્તાની સેનાએ નિવેદન આપતા કહ્યું, કે આતંકવાદીઓએ શનિવારે તેમના વાયુસેના મિયાંવાલી ટ્રેનિંગ એરબેઝ પર હુમલો કર્યો હતો. પરંતું સૈનિકોએ હુમલાખોરોને ઘટના સ્થળે જ ઠાર કર્યાં હતા.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

પાકિસ્તાની સેનાએ કહ્યું, કે ત્રણ આતંકવાદીઓને એરબેઝ પર ઘુષણખોરી દરમિયાન ઠાર કરવામાં આવ્યાં હતા. જ્યારે બાકી 3ને આતંકવાદીઓને સેનાએ ઘેરી લીધા હતા. તેમજ આ વિસ્તારને સુરક્ષિત કરવા માટે સંયુક્ત રીતે સઘન તપાસ અભિયાન અંતિમ તબક્કામાં છે.

આ પણ વાંચો : Delhi Pollution : વાયુ પ્રદુષણે તોડ્યાં તમામ રેકોર્ડ

સેનાએ કહ્યું, કે “પાકિસ્તાન સશસ્ત્ર સેના કોઈપણ કિંમતે દેશમાંથી આતંકવાદની સમસ્યાને નાબુદ કરવા પ્રતિબદ્ધ છે.” આ હુમલાના કેટલાક કલાકો પહેલા બલુચિસ્તાન અને ખૈબર પુખ્તુનખ્વામાં થયેલા આતંકી હુમલાઓમાં ઓછામાં ઓછા 17 સૈનિકોના મોત થયાં હતા.