2024માં આ રાશિના જાતકોની ચમકશે કિસ્મત, 30 વર્ષ બાદ અદ્ભુત સંયોગ

ખબરી ગુજરાત ધર્મ

Jyotish Shastra : જ્યોતિષ ગણના અનુસાર એક ચોકકસ સમય પછી તમામ ગ્રહ પોતાનું રાશિ પરિવર્તન (Rashi Parivartan) કરે છે. ગ્રહોના રાશિ પરિવર્તનની ઘટનાને જ્યોતિષ શાસ્ત્ર (Jyotish Shastra)માં ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. જણાવી દઈએ, કે જ્યારે એક ગ્રહ એક રાશિમાંથી નિકળી બીજી રાશિમાં પ્રવેશ કરે તેની અસર આખા દેશ દુનિયા સહિત તમામ 12 રાશિઓ પર જોવા મળે છે.

આ પણ વાંચો : શરીર પર કાળો દોરો બાંધવાથી જીવન પર કેવા પ્રભાવ પડે છે?

PIC – Socail Media

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર અને શનિ ગ્રહ એક બીજાના મિત્ર માનવામાં આવે છે. બીજી બાજુ આશરે 30 વર્ષ બાદ 2024માં શુક્ર અને શનિની યુતિ બનશે. શનિ દેવ વર્ષ 2024માં કુંભ રાશિમાં હશે. ત્યારે 2024ની શરૂઆતમાં શુક્ર પોતાની રાશિનું પરિવર્તન કરશે. શુક્ર અને શનિની યુતિ બનવાથી તમામ 12 રાશિઓ પર તેનો પ્રભાવ જોવા મળશે. પરંતુ ત્રણ રાશિ એવી છે જેના પર શુક્ર અને શનિની વિશેષ કૃપા થશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

30 વર્ષ બાદ નજીક આવશે મિત્ર ગ્રહ શુક્ર અને શનિ

ઘણાં જ્યોતિષો અનુસાર શુક્ર અને શનિ ગ્રહને મિત્ર ગ્રહ માનવામાં આવે છે. આ ગ્રહ એક બીજાના મિત્ર છે અને વર્ષ 2024માં શુક્ર અને શનિની યુતિથી ઘણાં શુભ યોગનું નિર્માણ પણ થાય છે. પરંતુ શુક્ર અને શનિની યુતિથી ત્રણ રાશિના જાતકો પર વિશેષ કૃપા થશે.

મકર રાશિ

મકર રાશિના જાતકોને શુક્ર અને શનિની કૃપાથી ધનલાભ થશે. કારકિર્દીમાં સફળતા મળશે. દામ્પત્ય જીવનમાં મધુરતા આવશે. જ્યારે સ્વાસ્થ્ય સાથે સંબંધિત સમસ્યાઓ પણ દૂર થતી જોવા મળે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે શનિ અને શુક્રની યુતિ ઘણી વધુ ફાયદાકારક સાબિત થશે. ધન આગમનનો યોગ બનશે. કરિયરમાં સફળતા મળશે. વેપારમાં વધારો થશે અને લાંબા સમયથી રોકાયેલું ધન પણ પરત મળશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે શનિ અને શુક્રની કૃપાથી આર્થિક સમસ્યાઓ દૂર થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ રહેશે. જે લોકો નોકરી સાથે જોડાયેલા છે તેને પણ લાભ થશે.