12 December : જાણો, આજનો ઈતિહાસ

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી

12 December History: દેશ અને દુનિયામાં 12 ડિસેમ્બરનો ઇતિહાસ અનેક મહત્વની ઘટનાઓનો સાક્ષી છે અને ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે. ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુમાં ઐતિહાસિક ઘટનાઓ પૂછવામાં આવે છે. તેથી આપણે 12 ડિસેમ્બર (12 December History in Gujarati)નો ઇતિહાસ જાણીશું.

આ પણ વાંચો : 11 December : જાણો, આજનો ઈતિહાસ

PIC – Social Media

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

12 ડિસેમ્બરનો ઇતિહાસ (11 December History) આ મુજબ છે.

2008 : છત્તીસગઢના રમણ સિંહ અને મધ્ય પ્રદેશના શિવરાજ સિંહે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
2001 : ભારતે નેપાળને બે ચિતા હેલિકોપ્ટર અને હથિયારો આપ્યા હતા.
1996 : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગંગાના પાણીની વહેંચણીને લઈને 30 વર્ષની સંધિ પર હસ્તાક્ષર થયા હતા.
1990 : ટી.એન. શેષન મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા હતા.
1971 : ભારતીય સંસદ દ્વારા ભૂતપૂર્વ રાજાઓને આપવામાં આવતી તમામ સુવિધાઓ રદ કરવામાં આવી હતી.
1963 : આ જ દિવસે કેન્યા સ્વતંત્ર થયું હતુ.
1936 : ચીનના નેતા ચિયાંગ કાઈ શેકે જાપાન સામે યુદ્ધની ઘોષણા કરી હતી.
1915 : ચીનના રાષ્ટ્રપતિ યુઆન શી જિનપિંગે રાજાશાહી પુનઃસ્થાપિત કરી અને પોતાને ચીનનો સમ્રાટ જાહેર કર્યો.
1911 : જ્યોર્જ પંચમ અને મેરી ભારતના સમ્રાટ તરીકે ભારત આવ્યા હતા.
1911 : ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હીમાં સ્થાનાંતરિત કરવામાં આવી હતી.
1884 : ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચ રમાઈ હતી.
1800 : વોશિંગ્ટન ડીસીને અમેરિકાની રાજધાની બનાવવામાં આવી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

12 ડિસેમ્બરે જન્મેલા પ્રસિદ્ધ વ્યક્તિઓ

1981 : ભારતીય ક્રિકેટ ખેલાડી યુવરાજ સિંહનો જન્મ થયો હતો.
1962 : ટેનિસ ખેલાડી ટ્રેસી ઓસ્ટિનનો જન્મ થયો હતો.
1950 : તમિલ અને હિન્દી ફિલ્મ અભિનેતા રજનીકાંતનો જન્મ થયો હતો.

આ પણ વાંચો : 2024માં આ રાશિના જાતકોની ચમકશે કિસ્મત, 30 વર્ષ બાદ અદ્ભુત સંયોગ

12 ડિસેમ્બરે નિર્વાણ પામનાર પ્રસિદ્ધ વ્યક્તિઓ

2012 : ઉત્તરાખંડના પ્રથમ મુખ્યમંત્રી નિત્યાનંદ સ્વામીનું અવસાન થયું હતું.
2005 : પ્રખ્યાત ભારતીય ફિલ્મ નિર્દેશક અને પ્રખ્યાત સિરિયલ ‘રામાયણ’ ના નિર્માતા રામાનંદ સાગરનું અવસાન થયું.
2000 : કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જે એચ પટેલનું અવસાન થયું હતું.
1964 : રાષ્ટ્રીય કવિ તરીકે જાણીતા હિન્દી કવિ મૈથિલી શરણ ગુપ્તનું અવસાન થયું હતું.