MPમાં ચોંકાવનારો કિસ્સો, 7 લોકોએ પત્નીની છેડતી કરી, પતિથી સહન ન થતા…

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

MP Mass Suicide : મધ્ય પ્રદેશમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહિં પતિએ પોતાના બે બાળકો સાથે આત્મહત્યા કરી લીધી છે. આપઘાત બાદ પોલીસ તપાસમાં મળેલી સુસાઇડ નોટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

આ પણ વાંચો – આ કારણે જાપાનીઝ લોકો ભોગવે છે દીર્ઘાયુ, જાણો 7 હેલ્ધી હેબિટ્સ

MP Mass Suicide : મૃતકે પોતાની સુસાઇડ નોટમાં લખ્યું છે કે ત્રણ મહિના પહેલા પત્ની નૈની વણજારા સાથે ગામના જ રાજુ, કાલુ, સોનુ, ગીતાબાઈ, નોજીબાઈ, લીલાબાઈ અને ગોવિંદે છેડતી કરી ઢોર માર માર્યો હતો. આ તમામ લોકોને પોતાના અને બાળકોના મોતના જવાબદાર ગણાવ્યાં છે. મૃતકે પોતાની સુસાઇડ નોટમાં પોલીસ પાસે માંગ કરી છે કે આરોપીઓ ફાંસીની સજા થાય.

મધ્ય પ્રદેશના મંદસોરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પિતાએ પોતાની 12 વર્ષની દીકરી અને 10 વર્ષના દિકરા સાથે આપઘાત કરી લીધો. ત્રણેયના મૃતદેહો એક ઝાડ પર લટકતા જોવા મળ્યાં હતા.

આ ઘટના શામગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના રૂંડી ગામની છે. જ્યાં વણજારા સમાજના યુવકે પોતાના બાળકો સાથે આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા પહેલા યુવકે પોતાની સાથે થયેલી આપવિતીનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

જાણકારી અનુસાર મૃતકની પત્ની સાથે ગામના એક પરિવારના મહિલા અને પુરુષોએ કરેલી મારપીટ અને છેડતીથી મૃતક આઘાતમાં હતો. ગત રવિવારે સાંજે બાળકોને મળવા ત્રણ મહિના બાદ ઘરે પહોંચ્યો હતો. ઘરે પહોચ્યા પછી તેણે બાળકોને સાથે લઈ શામગઢમાં શોપિંગ કરાવી હતી. ત્યાર બાદ મંગળવારે સવારે ત્રણેયના મૃતદેહો નજીકના ગામના એક ઝાડ સાથે લટકતા જોવા મળ્યાં હતા.

ત્રણેયના મૃતદેહો મળ્યા બાદ મૃતકની પત્ની અને પરિવારના લોકો આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યાં છે. રોષે ભારાયેલા લોકો પણ આરોપીઓના ઘરે પહોંચ્યા અને તોડફોડ કરી હતી. તે દરમિયાન રોષે ભરાયેલા લોકો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ થયુ.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ઘટના સ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ કહ્યું કે લોકોને સમજાવીને શાંત કરવામાં આવ્યાં છે અને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આરોપીના મકાનની તપાસ શરૂ કરી છે. તેમજ આશ્વાસન આપવામાં આવ્યું કે જલ્દી જ તંત્રની ટીમ આ ઘટના પર કાર્યવાહી કરશે. જો કે હાલ આ મામલે તમામ આરોપીઓ ફરાર છે.