આજથી PM ગુજરાતમાં, વધુ એક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં આપશે હાજરી

ખબરી ગુજરાત ગુજરાત

PM Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ બબ્બે મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠાની હાજરી આપ્યા બાદ તેઓ વધુ એક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપનાર છે. જી હા, તેઓ તરભ ગામેવાળી નાથ મહાદેવ મહાશિવ લીંગ-સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે.

આ પણ વાંચો – શેરબજાર નવી ઊંચાઈએ, નિફ્ટી અત્યાર સુધીની ઊંચી સપાટીએ; સેન્સેક્સ 73000ને પાર

PIC – Social Media

PM Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) હાલમાં જ બબ્બે મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠાની હાજરી આપ્યા બાદ તેઓ વધુ એક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપનાર છે. તરભ ગામે વાળીનાથ મહાદેવ (Tarabh Valinath Mahadev Temple) મહાશિવ લીંગ-સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ (Pran Pratishtha Mahotsav) યોજાશે. આ કાર્યક્રમમાં ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા સીએમ યોગી આદિત્યનાથ અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મહેસાણાના તરભ ખાતે 22 તારીખે એટલે કે આજે વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાઈ રહ્યો છે. જેમાં પીએમ મોદી પણ ઉપસ્થિત રહેવાના છે. આપને જણાવી દઈએ કે આ મંદિર રાજ્યનું બીજા નંબરનું સૌથી મોટુ મંદિર બની ગયું છે. આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં અનેક રાજકીય અને સામાજિક આગેવાનો સાથે આશરે 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભેગા થાય તેવી શક્યતા છે.

વાળીનાથ મહાદેવ મંદિરની ખાસિયત

તરખના વાળીનાથ મહાદેવ મંદિરની ખાસિયત વિશે વાત કરીએ તો આ મંદિર ગુજરાતનું બીજા નંબરનું શિવધામ બની જશે. મંદિરની ઊંચાઈ 101 ફૂટ, લંબાઈ 265 ફૂટ અને પહોળાઈ 165 ફૂટ છે. મંદિરનું નિર્માણ કાર્ય છેલ્લા 10-12 વર્ષથી ચાલી રહ્યું હતુ જે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું છે. વર્તમાન યુગમાં બંસીપહાડ પથ્થર અને નાગરશૈલીમાં નવનિર્મિત શિવધામ શ્રી વાળીનાથ મહાદેવ મંદિર શિલ્પકલાનું અલૌકિક ઉત્તમ ઉદાહરણ બની રહેશે. લોકમાન્યતાઓ અનુસાર વાળીનાથ મંદિરમાં મહાભારતકાળથી પૂજા થતી આવે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

શિવ મંદિર પરિસરમાં વિશાળ ઝૂમર લગાવવામાં આવ્યું. જેનો વજન 400 કિલોથી વધુ છે અને તે 18 ફૂટ જેટલું લાંબુ છે. તેમાં 2 લાખથી વધુ ક્રિસ્ટલ અને ડાયમંડનો ઉપયોગ કરાયો છે. તો મંદિરના ગર્ભગૃહમાં વિશેષ 12 જ્યોતિર્લિંગ કોતરવામાં આવ્યા છે. આ ઉપરાંત સોનાના દ્વાર પણ બનાવવામાં આવ્યા.

પીએમ મોદીના આગમનને લઈ વાળીનાથ મંદિર ખાતે વિશેષ તૈયારી કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી હેલિપેડ પર ઉતર્યા બાદ મંદિર સુધી રોડ શો કરશે અને પછી ખુલ્લી જીપમાં બેસીને સભાસ્થળે પહોંચશે અને લોકોનું અભિવાદન ઝીલશે. આ દરમિયાન વડાપ્રધાન 8 હજાર કરોડથી વધુના કેન્દ્ર અને ગુજરાતના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત પણ કરવાના છે.