World Cancer Day : કેન્સરના જોખમથી બચવા માંગો છો?

ખબરી ગુજરાત લાઈફ સ્ટાઈલ

World Cancer Day 2024 : દર વર્ષે 4 ફેબ્રુઆરીના દિવસને વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day) તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસની ઉજવણી ઉદ્દેશ્ય લોકોને કેન્સર પ્રત્યે જાગૃત કરવાનો છે. દર વર્ષે વિશ્વમાં લાખો લોકો કેન્સરનો ભોગ બને છે. ત્યારે આવો જાણીએ કે આપણે કેન્સરના જોખમથી કઈ રીતે બચી શકીએ છીએ.

આ પણ વાંચો : ભારતીય UPIથી આટલા દેશોમાં થઈ શકશે ઓનલાઇન પેમેન્ટ

PIC – Social Media

World Cancer Day 2024 : દર વર્ષે 4 ફેબ્રુઆરીના દિવસને વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day) તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસની ઉજવણી ઉદ્દેશ્ય લોકોને કેન્સર પ્રત્યે જાગૃત કરવાનો છે. કેન્સર વૈશ્વિક સ્તરે ઝડપથી વધી રહેલી ગંભીર અને જીવલેણ સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક છે, જેના કારણે દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે. ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝનો અંદાજ છે કે 2017માં 9.56 મિલિયન (95.6 લાખ) લોકો કેન્સરને કારણે અકાળે મૃત્યુ પામ્યા હતા. વિશ્વમાં દર છઠ્ઠું મોત કેન્સરને કારણે થાય છે.

કેન્સર અને તેના પ્રકાર

કેન્સર વિશ્વભરમાં લોકોના અકાળે મોતનું બીજું મુખ્ય કારણ છે. શરીરના કોઈપણ ભાગમાં અસામાન્ય કોષોની વૃદ્ધિ અને તેનું અનિયંત્રિત વિભાજન કેન્સરનું કારણ બની શકે છે. આનુવંશિકતા, પર્યાવરણ, જીવનશૈલીમાં ગરબડ, રસાયણોના વધુ પડતા સંપર્કને કારણે કેન્સરનું જોખમ વધે છે. સર્વાઇકલ અને સ્તન કેન્સરનું જોખમ સ્ત્રીઓમાં સૌથી વધુ છે, જ્યારે ફેફસાં, પ્રોસ્ટેટ અને કોલોન કેન્સરનું જોખમ પુરુષોમાં સૌથી વધુ છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

કેન્સરના લક્ષણો અને ઓળખ

કેન્સરના લક્ષણો શરીરના કયા ભાગમાં વિકાસ પામી રહ્યા છે તેના પર આધાર રાખે છે. મુખ્યત્વે કેન્સરને કારણે: થાક, અસ્પષ્ટ વજન ઘટવું, ત્વચામાં ફેરફાર જેમ કે ત્વચા પીળી પડવી અથવા કાળી પડી જવી, ગળવામાં મુશ્કેલી, ન સમજાય તેવા રક્તસ્રાવની સમસ્યા કેન્સરના લક્ષણો હોઈ શકે છે. જો તમને તમારા શરીરમાં ક્યાંય પણ અસામાન્ય ગાંઠ જેવું લાગે, તો સમયસર તેની તપાસ કરાવી લેવી જોઈએ

આવા લોકોમાં કેન્સરનું જોખમ વધુ

કેન્સર કોષોની અંદર ડીએનએમાં પરિવર્તનને કારણે થાય છે અને તેના માટે ઘણા પરિબળો જવાબદાર હોઈ શકે છે.

કેટલીક બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીની આદતો જેમ કે ધૂમ્રપાન, આલ્કોહોલનું સેવન, સૂર્યના વધુ પડતા સંપર્કમાં, સ્થૂળતા અને અસુરક્ષિત સેક્સ કેન્સરનું જોખમ વધારી શકે છે. આનુવંશિકતા પણ કેન્સર માટેના મુખ્ય જોખમી પરિબળોમાંનું એક છે. જે લોકોના પરિવારમાં પહેલાથી જ કેન્સર છે તેમને કેન્સર થવાનું જોખમ વધારે હોય છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

કેન્સરની સારવાર અને ઉપચાર

આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, જો કેન્સરનું સમયસર નિદાન થાય તો તેની સારવાર અને દર્દીના જીવિત રહેવાની શક્યતા વધી જાય છે. કેન્સરની ઘણી સારવાર ઉપલબ્ધ છે. કેન્સરની સારવાર તેના પ્રકાર અને સ્ટેજ પર આધાર રાખે છે. દવાઓ, ઉપચાર, શસ્ત્રક્રિયા પરિસ્થિતિઓને આધારે કેન્સરની સારવાર કરવામાં આવે છે.

કેન્સરથી બચવા આટલુ કરો

ડોક્ટરોનું કહેવું છે કે કેન્સરથી બચવા માટે તમામ લોકોએ સાવચેતી રાખવાનું ચાલુ રાખવું જોઈએ. જીવનશૈલી અને આહાર પોષણયુક્ત રાખીને અને દારૂ અને ધૂમ્રપાન છોડીને કેન્સરના જોખમને રોકી શકાય છે.

વધુ વજન નોતરે છે કેન્સરનું જોખમ

વજનની સમસ્યા કેન્સરનું જોખમ વધારી શકે છે. ખાસ કરીને વધારે વજન અને સ્થૂળતા એ કેન્સર માટેના મુખ્ય જોખમી પરિબળો ગણાય છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સ્થૂળતા ઓછામાં ઓછા 13 પ્રકારના કેન્સરનું જોખમ વધારી શકે છે, જેમાં એન્ડોમેટ્રાયલ (ગર્ભાશય) કેન્સર, સ્તન કેન્સર અને કોલોરેક્ટલ કેન્સરનો સમાવેશ થાય છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં 42% પુખ્ત વયના લોકો મેદસ્વી છે. વજન ઘટાડવાથી જોખમોને રોકવામાં મદદ મળી શકે છે.

વધુ પડતા દારૂ અને ધૂમ્રપાનનું સેવન

વધુ પડતા આલ્કોહોલ અને ધૂમ્રપાનને કારણે કેન્સરનું જોખમ વધી શકે છે. વધુ પડતા આલ્કોહોલ પીવાથી લીવરને સૌથી વધુ નુકસાન થાય છે અને લીવર કેન્સરનું જોખમ વધી જાય છે. લીવરની સાથે આ ખરાબ આદત કોલોન અને મોઢાના કેન્સરનું જોખમ પણ વધારી શકે છે.

આલ્કોહોલની સાથે, ધૂમ્રપાન અથવા સેકન્ડહેન્ડ સ્મોકને પણ કાર્સિનોજન ગણવામાં આવે છે. આ ફેફસાના કેન્સરનું મુખ્ય પરિબળ છે. આ બે આદતોથી દૂર રહીને 40 ટકા સુધી કેન્સરથી બચી શકાય છે.

બિન આરોગ્યપ્રદ ખોરાક

શરીરને સ્વસ્થ રાખવા અને અનેક પ્રકારના રોગોથી બચવા માટે આહાર સ્વસ્થ અને પૌષ્ટિક હોવો જરૂરી માનવામાં આવે છે. આહાર સંબંધિત સમસ્યાઓ કેન્સરનું જોખમ વધારી શકે છે. અસંતૃપ્ત ચરબીયુક્ત આહાર સ્થૂળતાનું જોખમ વધારી શકે છે, જે કોલોન, સ્તન અને પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ પણ વધારે છે. ધૂમ્રપાન અને વધુ પડતો મસાલેદાર ખોરાક ખાવાથી પેટના કેન્સરનું જોખમ વધે છે.