પ્રેમી અને પત્નીને કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, અને પછી…

ખબરી ગુજરાત ગુજરાત

Jagdish, Khabri Media Gujarat

Rajkot News : બેસતા વર્ષે રાજકોટના જેતપુરમાં લગ્નેતર સંબંધને લઈ ખૂની ખેલ ખેલાઈ ગયો. જેતપુરના પેઢલા પાસે પત્નીને પોતાના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ જતા પતિએ પત્નીની હત્યા કરી નાંખી હતી. આ મામલે જેતપુરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી પતિને ઝડપી પાડ્યો છે.

આ પણ વાંચો : Gandhinagar : બેકાબૂ કાર ઝાડ સાથે અથડાતા સર્જાયો અકસ્માત, 5 લોકોના મોત

જેતપુરના પેઢલા ગામે પ્રેમી સાથે કામલીલામાં મગ્ન પત્નીને પતિએ રંગે હાથ ઝડપી લીધી હતી. પત્નીને પ્રેમી સાથે જોઈ પતિએ પીતો ગુમાવ્યો હતો અને નજીક પડેલા લાકડાથી બંને પર હુમલો કર્યો હતો. આ ઝપાઝપીમાં પતિએ પત્નીના પ્રેમીને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. જ્યારે પત્નીને આડેધડ મારમારી તેને મોતને ઘાટ ઉતારી હતી. જે મામલે જેતપુરના ઉદ્યોગ નગર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે.

પત્નીને હતા લગ્નેતર સંબંધ

બનાવની વિગતો મુજબ મૃતક પરિણીતાના ભાઈ સુશીલ માંગીલાલ મડીયાએ આરોપી બનેવી લખન મોવનભાઇ વાસકેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે સુશીલની બહેન મૃતક સંગીતાબેનના લગ્ન લખન મોવનભાઇ વાસકેલા સાથે થયા હતા. આ બનવામાં સંગીતાબેનને સંજય ગોપાલભાઇ સોલંકી સાથે પ્રેમ સંબંધ હોય જેથી તેઓ અવારનવાર એકાંતમાં મળતા હતા.

આ પણ વાંચો : ગુજરાતના વાલીઓ બાળકોને સાચવજો, શેરીએ શેરીએ ફરી રહ્યું છે મોત

પત્નીને પ્રેમી સાથે જોતા જ પતિએ પીતો ગુમાવ્યો

તા. 14 નવેમ્બરે સાંજના પાંચ વાગ્યાના અરસામાં સંગિતાબેન અને સંજય જેતપુર તાલુકાના પેઢલા ગામે મામાદેવના મંદિર પાસે આવેલા ક્રિષ્ના પ્રોટીન નામના કારખાનામાં એકાંતમાં મળ્યા હતા અને બન્ને શરીરસુખ માણવામાં મગ્ન હતાં. એ વખતે આરોપી લખન ત્યાં આવી ગયો હતો. તેમજ પત્ની અને પ્રેમીને રંગે હાથ ઝડપીને તેમના પર બાવળના લાકડા વડે હુમલો કર્યો હતો. જેમાં સંજયને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે આરોપી લખને પત્નીને બેફામ માર મારતા તેનું મોત થયું હતું, જેથી બનાવ હત્યામાં પલટાયો હતો. આ મામલે જેતપુર ઉધોગનગર પોલીસે ફરિયાદ નોધાઇ હતી સમગ્ર મામલે હત્યારા પતિની ઉદ્યોગનગર પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.