દિવાળીના બીજા દિવસે એક પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. કેમ કે મેંગલુરુમાં એક ખાનગી મેડિકલ કોલેજની 20 વર્ષીય MBBS વિદ્યાર્થીનીએ સોમવારે આત્મહત્યા કરી

Mengaluru: મેંગલુરુમાં MBBSની વિદ્યાર્થીનીએ છઠ્ઠા માળેથી કૂદીને કરી આત્મહત્યા, જાણો શું હતું કારણ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Dinesh Rathod, Gujarat, Khabri media
Mengaluru: દિવાળીના બીજા દિવસે એક પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. કેમ કે મેંગલુરુમાં એક ખાનગી મેડિકલ કોલેજની 20 વર્ષીય MBBS વિદ્યાર્થીનીએ સોમવારે આત્મહત્યા કરી હતી.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો

છઠ્ઠા માળેથી કૂદીને કરી આત્મહત્યા
શહેર પોલીસ કમિશનર અનુપમ અગ્રવાલે મીડિયાને જણાવ્યું કે મૃતકની ઓળખ પ્રકૃતિ શેટ્ટી (20) તરીકે થઈ છે. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીનીએ સવારે લગભગ 3 વાગે હોસ્ટેલ બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર વિદ્યાર્થીનીએ કૂદકો મારતાની સાથે જ તમામ વિદ્યાર્થીઓ ચીસોથી જાગી ગયા હતા. અને હોસ્ટેલમાં શોર શરાબો શરૂ થયો હતો. આ દરમિયાન મેનેજમેન્ટે કોઈપણ વિલંબ કર્યા વિના પોલીસને ઘટનાની જાણ કરી હતી. અને વિદ્યાર્થીનીના પરિવારને ઘટના વિશે જાણ કરી.

આ પણ વાંચો: ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, મૈતેઈ સમુદાયના આ સંગઠનો પર લગાવ્યો પ્રતિબંધ

રૂમમાંથી મળી એક ચિઠ્ઠી
પોલીસને તેના હોસ્ટેલના રૂમમાંથી એક ચિઠ્ઠી મળી છે, જેમાં લખ્યું છે કે, “તે તેના જીવનથી નિરાશ હતી.” પોલીસ કમિશનરે મીડિયાને કહ્યું કે અકુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, ત્યારબાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.