30 દિવસના બદલે 28 દિવસની વેલિડિટી કેમ આપે છે ટેલીકોમ કંપનીઓ?

ખબરી ગુજરાત બિઝનેસ

Recharge Plans : રિચાર્જ વગર સ્માર્ટફોન કે મોબાઇલ ડબલુ થઇ જાય છે. એટલા માટે જ રિચાર્જ પ્લાન લઈને આપણે ફોનને એક્ટિવ રાખીએ છીએ. પરંતુ શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો કે આખરે ટેલિકોમ કંપનીઓ (telecom companies) 30 દિવસની જગ્યાએ 28 દિવસની જ વેલિડિટી (Validity) કેમ આપે છે. આવો અમે આપને જણાવીએ.

આ પણ વાંચો – BCCIએ શા માટે બોલાવી IPL ટીમના માલિકોની તાબડતોબ બેઠક?

PIC – Social Media

Recharge Plans : આજના સમયમાં સ્માર્ટફોન્સ (Smartphone) ખૂબ જ જરૂરી ઉપકરણ બની ગયા છે. લોકો સાથે સતત સંપર્કમાં રહેવા અને અન્ય ઘણાં જરૂરી કામમાં તે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જો કે સ્માર્ટફોન જેટલો જરૂરી છે એટલું જ જરૂરી તેમાં લાગતું સિમ કાર્ડ (Sim Card) છે. વગર સિમ કાર્ડનો સ્માર્ટફોન ડબલુ થઈ જાય છે. ભારતમાં જિયો (Jio), એરટેલ (Airtel), Vodafon Idia અને BSNL ચાર મુખ્ય ટેલીકોમ કંપનીઓ છે. ફોનને એક્ટિવ રાખવા માટે આપણે દર મહિને રિચાર્જ પ્લાન લેતા હોઈએ છીએ. પરંતું ક્યારેય તમે વિચાર્યુ છે કે આખરે કંપીઓ 28 દિવસની જ વેલિડિટી કેમ આપે છે. આખરે તેની પાછળ કારણ શું છે?

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

Jio અને Airtel સહિત તમામ કંપનીઓના મોટા ભાગના પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. થોડા વર્ષો પહેલા, લગભગ તમામ કંપનીઓ તેમના પ્લાનમાં 30 દિવસની વેલિડિટી ઓફર કરતી હતી, પરંતુ હવે મોટાભાગના પ્લાનમાં ગ્રાહકોને માત્ર 28 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. ચાલો તમને જણાવીએ કે ટેલિકોમ કંપનીઓ આવું કેમ કરે છે.

28 દિવસની વેલિડિટી પાછળ આ છે મોટુ કારણ

28 દિવસની વેલિડિટી આપવા પાછળનું કારણ કંપનીઓના નફા સાથે સીધો સંબંધ છે. વાસ્તવમાં વર્ષમાં 12 મહિના હોય છે અને કેટલાક મહિનામાં 28 દિવસ હોય છે અને કેટલાક મહિનામાં 31 દિવસ હોય છે. જ્યારે કંપનીઓ 28 દિવસની વેલિડિટી ઓફર કરે છે, ત્યારે ગ્રાહકોએ વર્ષમાં 12ને બદલે 13 વખત રિચાર્જ કરાવવું પડે છે. જો ટેલિકોમ કંપનીઓ સંપૂર્ણ 30 દિવસની વેલિડિટી આપવાનું શરૂ કરશે તો તેમને નુકસાન સહન કરવું પડશે. આ નુકસાનને ટાળવા માટે, તેઓ 28 દિવસની વેલિડિટી છે, જે જેની પાસે કેટલાક દિવસો એક્સ્ટ્રા બચી જાય છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

મોટાભાગના પ્લાનની વેલિડિટી 28 દિવસની હોય છે

તમને જણાવી દઈએ કે ટેલિકોમ કંપનીઓ દ્વારા આપવામાં આવેલી 28 દિવસની વેલિડિટીને લઈને ઘણી વખત સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અગાઉ, કંપનીઓ તેમના પ્લાનમાં 1 મહિનાનો પ્લાન કહીને ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી આપતી હતી, ત્યારપછી ટ્રાઈએ પણ આ અંગે હસ્તક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચો – EPFO દ્વારા મોટો ફેરફાર, કર્મચારીઓને થશે સીધો ફાયદો

ટેલિકોમ કંપનીઓને સૂચના આપવામાં આવી હતી કે જો તમે માસિક પ્લાન કેટેગરીમાં કોઈપણ પ્લાનનો સમાવેશ કરો છો, તો તમારે 30 દિવસની સંપૂર્ણ માન્યતા આપવી પડશે. જો કે આ પછી પણ કોઈ મોટી અસર જોવા મળી નથી. ટેલિકોમ કંપની તેના 28 દિવસની વેલિડિટી પ્લાનમાં એવો દાવો કરતી નથી કે તે માસિક પ્લાન છે.