EPFO દ્વારા મોટો ફેરફાર, કર્મચારીઓને થશે સીધો ફાયદો

ખબરી ગુજરાત બિઝનેસ

EPFO New Rule : EPFO તરફથી PF અકાઉન્ટ ટ્રાન્સફર સંબંધિત નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવો જાણીએ કે શું છે સમગ્ર સમાચાર…

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

EPFO New Rule : નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ગયુ છે. તેની સાથે જ જરૂરી નિયમો પણ લાગુ થઈ રહ્યાં છે. આવો જ એક નિયમ પીએફ એકાઉન્ટ સંબંધિત છે. એટલુ જ નહિ એક એપ્રિલથી કર્મચારી સંગઠન ભવિષ્ય નિધિ (EPFO) દ્વારા નવો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે. આ નિયમ લાગુ થતા પીએફ (PF) કર્મચારીઓને સીધો ફાયદો થશે.

મીડિયા અહેવાલો અનુસાર, નવા નિયમ અંતર્ગત પીએફ એકાઉન્ટને ઓટો ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. તેનો અર્થ એ કે હવે નોકરી બદલવા પર પીએફ ખાતુ નવા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવાની જરૂર પડશે નહિ. દા.ત. તમે જો નોકરી બદલાવો તો એક એપ્રિલ બાદ તમારુ પીએફ અકાઉન્ટ આપોઆપ ટ્રાન્સફર થઈ જશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

પહેલા પીએફ એકાઉન્ટ મર્જ કરવું પડતું હતું

અગાઉ, જ્યારે પણ તમે નોકરી બદલાવતા હતા, ત્યારે UANમાં નવું PF એકાઉન્ટ ઉમેરવામાં આવતું હતુ. નોકરી બદલ્યા પછી, તમારે ઓનલાઈન EPFO ​​વેબસાઈટ પર જઈને તમારું EPF એકાઉન્ટ મર્જ કરવું પડતું હતું. પણ હવે તમારે તમારું PF એકાઉન્ટ મર્જ કે ટ્રાન્સફર કરવાની જરૂર નહીં પડે. નોકરી બદલાતાની સાથે જ તે આપોઆપ ટ્રાન્સફર થઈ જશે. તમને જણાવી દઈએ કે, કર્મચારીએ EPF ખાતામાં બેઝિક સેલરીના 12 ટકા ફાળો આપવાનો હોય છે અને એ જ યોગદાન એમ્પ્લોયર દ્વારા પણ કરવામાં આવે છે. આ ખાતા દ્વારા કર્મચારીને પાછળથી પેન્શન આપવામાં આવે છે.

EPFOમાં 16.02 લાખ સભ્યો જોડાયા

EPFO પેરોલ ડેટા અનુસાર, જાન્યુઆરી 2024માં 16.02 લાખ સભ્યો EPFOમાં જોડાયા હતા. શ્રમ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન લગભગ 8.08 લાખ નવા સભ્યોએ EPFOમાં પોતાની નોંધણી કરાવી હતી. મંત્રાલયે કહ્યું કે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) ના પ્રોવિઝનલ પેરોલ ડેટા જાન્યુઆરી 2024 માં 16.02 લાખ સભ્યોનો ચોખ્ખો વધારો દર્શાવે છે.