પીએમ મોદીએ કર્યા દ્વારકાધીશના દર્શન, સુદર્શન સેતુનું કર્યુ લોકાર્પણ

ખબરી ગુજરાત ગુજરાત

PM Modi Gujarat Visit Updates:

 PM મોદી સૌરાષ્ટ્રને કરોડોના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપશે.

મોદી જગત મંદિરમાં રોડ શો કરશે
PM નરેન્દ્ર મોદી દ્વારકા હેલિપેડ પહોંચ્યા છે. તેઓ જગત મંદિરમાં રોડ શો કરશે. રોડ શો દરમિયાન અનેક ટેબલો પર મોદીનું સ્વાગત કરવામાં આવશે. સાંસ્કૃતિક કલાકારો વિવિધ ટેબલો પર મોદીની રાહ જોઈને ઉભા છે.

સુદર્શન બ્રિજનું ઉદઘાટન
પીએમ મોદીએ સુદર્શન સેટનું ઉદ્ઘાટન કર્યું. આ અત્યાધુનિક પુલ રૂ.979 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. 2.3 કિલોમીટર લાંબા પુલની સાથે 2.45 કિલોમીટરનો એપ્રોચ રોડ પણ બનાવવામાં આવ્યો છે. સુદર્શન સેતુ બેટ દ્વારકા જતા મુલાકાતીઓની સુવિધામાં વધારો કરશે.

પીએમ મોદીએ દ્વારકાધીશની પૂજા કરી હતી
પીએમ મોદીએ બેટ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કર્યા હતા. જે બાદ દ્વારકાધીશને દેશ અને દુનિયાની ઉન્નતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. પીએમ મોદીએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરી હતી. જે બાદ પીએમ મોદીએ ભગવાન દ્વારકાધીશને થાળી અર્પણ કરી હતી.

બેટ દ્વારકા હેલિપેડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માસભર સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ -દ્વારકાની મુલાકાતે પધાર્યા છે.  બેટ દ્વારકા ખાતે સુદર્શન બ્રિજના લોકાર્પણ પ્રસંગે પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બેટ દ્વારકા હેલિપેડ ખાતે ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા, ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ સી. આર.  પાટીલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક સહિત મહાનુભાવોએ વડાપ્રધાનનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.