ગુજરાતમાં અંધાપા કાંડને લઈ રાજ્ય સરકાર એક્શન મોડમાં

ખબરી ગુજરાત ગુજરાત

Gujarat Andhapa kand : વિરમગામમાં શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 17 જેટલા દર્દીઓને આંખે દેખાતુ બંધ થઈ ગયું હતુ. જેને લઈ આરોગ્ય તંત્ર પણ દોડતુ થઈ ગયું છે. આ આંધાપાકાંડ (Andhapa kand) ને લઈ રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે.

આ પણ વાંચો : Junagadh: જૂનાગઢ જિલ્લામાં CCTV કેમેરા લગાવવા ફરજિયાત, જાણો શું છે કારણ

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં (Viramgam) આંખની હોસ્પિટલમાં (Eye Hospital) મોતિયાના ઓપરેશન બાદ બેદરકારીને લીધે 17 લોકોએ દ્રષ્ટિ ગુમાવી છે. આ દર્દીઓને અમદાવાદ, સુરેન્દ્રનગર, પાટણ ખાતે અલગ અલગ જ સારવાર આપવામાં આવી રહી છે. જો કે અંધાપા કાંડને (Andhapa kand) લઈ તંત્ર પણ દોડતુ થઈ ગયું છે. ત્યારે રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે અને જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યાં છે.

આરોગ્ય મંત્રીએ પીડિતોની રૂબરૂ મુલાકાત કરી

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં આવેલ ટ્રસ્ટ સંચાલિત રામાનંદ હોસ્પિટલમાં (Ramanand Hospital) મોતિયાના ઓપરેશનને પગલે બનેલ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આકરૂં વલણ અપનાવ્યું છે. ઋષિકેશ પટેલે (Rushikesh Patel) અમદાવાદની એમ.એન્ડ.જે . હોસ્પિટલમાં દાખલ અસરગ્રસ્ત તમામ દર્દીઓની રૂબરૂ મુલાકાત કરીને પીડિતોના ખબર અંતર પૂછ્યા હતા.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

બેદરાકરી હશે તો કડકમાં કડક કાર્યવાહી કરાશે

આ ઘટનાને પગલે મીડિયાને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, માંડલમાં બનેલ આ ઘટનાની સચોટ, નિષ્પક્ષ અને ત્વરિત તપાસ માટે તા. 16 મી જાન્યુઆરીના રોજ 9 નિષ્ણાંત તબીબોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીના સભ્યોએ સ્થળ પર જઇને ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. તેઓએ આ મુદ્દે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કમિટીના રીપોર્ટમાં હોસ્પિટલની બેદરકારી જણાશે તો કડક માં કડક ઉદાહરણરૂપ કાર્યવાહી કરાશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

રાજ્યની હોસ્પિટલનો ચેક લિસ્ટ માટે ગાઇડલાઇન બનાવા આદેશ

વધુમા માંડલની રામાનંદ હોસ્પિટલમાં બનેલ ઘટનાની ગંભીરતાને પારખી ઋષિકેશ પટેલએ મોતિયાના ઓપરેશન કરતી રાજ્યની તમામ ખાનગી, સરકારી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં જરુરી સુવિધાઓનું મોનીટરીંગ કરવા સૂચના આપી છે. મોતીયાના ઓપરેશન કરતી રાજ્યની તમામ હોસ્પિટલ્સમાં જરુરી ચેક-લિસ્ટ માટેની ગાઇડલાઇન બનાવવા પણ તેમણે આદેશ કર્યાં છે. તેમજ માંડલની રામાનંદ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બંઘ કરવા કડક સૂચના અપાઇ છે.