જલ્દી ઉઠવા બાબતે સાયન્સ શું કહે છે

ખબરી ગુજરાત ગુજરાત

વિજ્ઞાન પણ કહે છે તેમ સવારે વહેલા જાગવાના સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા છે. સવારે ઉઠવાથી મન તેજ થાય છે અને તણાવ ઓછો થાય છે. ચાલો જાણીએ વધુ ફાયદા

કહેવત છે ને
રાત્રે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર ધન બુદ્ધિ ને મન વધે સુખમાં રહે શરીર

સવારે વહેલા જાગવાના ઘણા ફાયદા છે. વિજ્ઞાન અનુસાર સવારે વહેલા ઉઠવું આપણા શરીર અને મન માટે ખૂબ જ ફાયદાકારક છે. સવારે આપણું શરીર કોર્ટીસોલ નામનો હોર્મોન સ્ત્રાવ કરે છે જે તણાવ ઓછો કરવામાં મદદ કરે છે. તેથી, સવારે વહેલા જાગવાથી આપણે આખો દિવસ તણાવમુક્ત અનુભવીએ છીએ. તેમજ સવારે તાજી હવામાં શ્વાસ લેવાથી મગજમાં રક્ત પરિભ્રમણ વધે છે, જેનાથી વિચારવાની, સમજવાની અને યાદ રાખવાની શક્તિમાં સુધારો થાય છે.

સવારે કસરત અને યોગ કરવાથી મન અને શરીર બંને સારી રીતે કામ કરે છે. સંશોધન દર્શાવે છે કે સવારે કરવામાં આવતી કસરત વજન ઘટાડવા અને ફિટનેસ સ્તર વધારવામાં વધુ અસરકારક છે. આમ, જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો, સવારે વહેલા ઉઠવું અને હળવી કસરત અને યોગાસન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે આપણા શરીર અને મનને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

આ પણ વાંચોSBIમાં ખાતુ ધરાવતા ગ્રાહકો માટે મોટા સમાચાર

તણાવ માં ઘટાડો
વાસ્તવમાં, સવારે આપણું શરીર કેટલાક ખાસ હોર્મોન્સ ઉત્પન્ન કરે છે જે આપણો મૂડ સારો રાખે છે. જે તણાવ અને ટેન્શન ઘટાડવાનું કામ કરે છે. જો આપણે સવારે 4-5 વાગ્યાની વચ્ચે જાગીએ તો આપણું શરીર પૂરતા પ્રમાણમાં કોર્ટિસોલ ઉત્પન્ન કરે છે. રોજિંદા કાર્યો પૂર્ણ કરવામાં તમને સારું લાગે છે. આથી જ મોર્નિંગ વોક કે કસરત પણ વધુ ફાયદાકારક છે. એટલા માટે ડોક્ટરો પણ સવારે વહેલા ઉઠવાની સલાહ આપે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મન તેજ બને છે
સવારે વહેલા જાગવાથી મગજમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે, જે આપણી યાદશક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં સુધારો કરે છે. વાસ્તવમાં સવારે હવામાં ઓક્સિજનનું પ્રમાણ સૌથી વધુ હોય છે. જ્યારે આપણે સવારે વહેલા ઉઠીએ છીએ અને હળવું વોક કરીએ છીએ કે યોગ કરીએ છીએ ત્યારે આપણા ફેફસાંને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે.આ ઓક્સિજન આપણા લોહી દ્વારા મગજ સુધી પહોંચે છે અને મગજને તાજગીભર્યું બનાવે છે. તાજું મન આપણી યાદશક્તિ, ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને વિચારવાની ક્ષમતામાં સુધારો કરે છે.