જાણો ક્યારે લાગશે જુનાગઢમાં સ્માર્ટ મીટર, મેળવો સંપૂર્ણ વિગત

ખબરી ગુજરાત ગુજરાત

Jagdish, Khabri Media Gujarat

Smart Meters in Junagadh : જુનાગઢમાં સ્માર્ટ પ્રી-પેઇડ મીટર (Smart pre-paid meter) લગાવવા માટે પીજીવીસીએલ (PGVCL) દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેથી વિજ ગ્રાહકો પોતાની જરુરીયાત મુજબ રીચાર્જ કરી શકશે. વિજ વિભાગના આ પ્રયાસથી ગ્રાહકોની સુવિધામાં વધારો થશે. પહેલા પીજીવીસીએલના કર્મચારીઓને રૂબરુ જઈ મીટર રીડિંગ ચેક કરવું પડતું હતુ. પરંતુ હવે આ ઝંઝટમાંથી છૂટકારો મળશે. આ યોજના અંતર્ગત પ્રથમ તબક્કામાં જાન્યુઆરી 2025 સુધીમાં 23.66 લાખ સ્માર્ટ મીટરો લગાવવામાં આવશે.

આ પણ વાંચો : Girnar Parikrama : પરિક્રમા દરમિયાન આટલું ધ્યાન રાખશો તો નહિ થાવ હેરાન

આ મીટરો સરકારી વિજ જોડાણો, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર, ઔદ્યોગિક વિજ જોડાણો, વાણિજ્યક વિજ જોડાણો તેમજ ઘરવપરાશના વિજ જોડાણોમાં લગાવવાનું આયોજન કરવામાં આવે છે. નવા સ્માર્ટ પ્રીપેઇડ મીટર લગાવવાનો કોઇ પણ ચાર્જ હાલ ગ્રાહક પાસેથી વસુલવામાં આવશે નહીં.

આ પણ વાંચો : મોરબીમાં કાળમુખા ટ્રકે પરિવાર કર્યો વેર વિખેર, 3 લોકોના મોત

જૂનાગઢ વિજ વિભાગનાં અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતુ, કે સ્માર્ટ મીટરમાં બીલીંગ સાઇકલ પુરી થયે રીડીંગ સીધુ કંપનીમાં પહોંચી જશે. સમગ્ર પ્રક્રિયા મોબાઇલના પ્રી-પેઇડ સીમકાર્ડ જેવી હશે. હવે માસિક ચૂકવણીના બદલે જરુરીયાત મુજબ અનુકુળ દિવસો કે કલાકો માટે પણ ચૂકવણી થઇ શકશે. જો કોઇ વીજ ગ્રાહકનું રીચાર્જ રાત્રીના પુરું થઇ જાય તો આવા ગ્રાહકોને રાત્રીના વીજળી વગર રહેવું નહીં પડે. કચેરીના સમય સુધીમાં રીચાર્જ ન થાય તો વીજ પુરવઠો બંધ થશે. તેમજ 48 કલાક પહેલા જ ગ્રાહકને તેમના રીચાર્જ રકમ પુરી થશે તેનો SMS મોકલાશે. તેવી સમજ આપવા અને લોકજાગૃતિ કેળવાય તે હેતુએ જૂનાગઢ ખાતે કાર્યશાળા યોજાઇ હતી.

જૂનાગઢ શહેરમાં કુલ 127285 સ્માર્ટ મીટર લગાવાશે જે પૈકી પ્રથમ તબક્કામાં 25145 લગાવાશે. જૂનાગઢ ડિવીજનમાં 78875, જૂનાગઢ સર્કલમાં કુલ 390482 કુલ મીટર લાગશે. જેમાં પ્રથમ તબક્કામાં 153830 જેટલા સમાર્ટ મીટર ઈન્સ્ટોલ થશે. પહેલા વીજ ટ્રાન્સફોર્મરમાં પછી સરકારી કચેરીઓમાં ત્યારબાદ રહેણાક-ઔદ્યોગિક કનેક્શનમાં સ્માર્ટ મીટર લગાવાશે, સ્માર્ટ મીટર માટે ખાસ એપ બનાવાશે, ગ્રાહકો રોજનો વીજ વપરાશ મોબાઇલમાં જોઈ શકશે.