તમારે જે સાંભળવું પડ્યું, તે હું 20 વર્ષથી સહન કરી રહ્યો છું – PM મોદી

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Jagdeep Dhankhar Mimicry : રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખરની સંસદ બહાર મજાક ઉડાવવાની ઘટાનાને લઈ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ મુદ્દે પીએમ મોદીએ તેની સાથે વાતચીત કરી હતી.

આ પણ વાંચો : IPL 2024 Auction: આ 5 વિદેશી ખેલાડીઓ સસ્તામાં વેંચાયા

PIC – Social Media

રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ મિમિક્રી કરીને મજાક ઉડાવી હતી. સભાપતિ ધનખરે સદનમાં આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે હવે વડપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ ધનખરને ફોન કરી આ મામલે વાત કરી હતી. પીએમ મોદીએ ધનખરને કહ્યું કે તમારે જે સાંભળવું પડ્યું છે, તે હું છેલ્લા 200 વર્ષથી સાંભળી રહ્યો છે. પણ તે ખૂબજ દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

રાજ્યસભાના અધ્યક્ષ ધનખરે ટ્વીટ કરીને જણાવ્યું, કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ફોન કર્યો. તેમણે કહ્યું કે આજે તમે જે પણ સાંભળ્યું, હું છેલ્લા 20 વર્ષથી આ બધું સાંભળી રહ્યો છું, પરંતુ દેશના ઉપરાષ્ટ્રપતિ હોવાના નાતે તમને જે રીતે ગૃહની અંદર સાંભળવું પડ્યું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. જે રીતે રાજ્યસભાના અધ્યક્ષની ગૃહની બહાર મજાક ઉડાવવામાં આવી તે પણ દુર્ભાગ્યપૂર્ણ છે. ટીએમસી સાંસદની આ હરકત માટે દરેક જગ્યાએ તેની ટીકા થઈ રહી છે.

ઉપરાષ્ટ્રપતિએ શું કહ્યું?

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ટ્વિટ કરી કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો હતો. તેઓ ગઈ કાલે પવિત્ર સંસદ પરિસરમાં કેટલાક માનનીય સાંસદો દ્વારા ઉડાવામાં આવેલી મજાક પર દુ:ખ વ્યક્ત કર્યું. તેઓએ કહ્યું કે તેઓ છેલ્લા 20 વર્ષોતી આ પ્રકારના અપમાનો સહન કરતા આવ્યાં છે. પરંતુ તે પણ હકીકત છે કે ઉપરાષ્ટ્રપતિ જેવા સંવિધાનિક પદ પર બેઠેલા વ્યક્તિ સાથે અને તે પણ સંસદમાં, આવું થાય તે ખૂબજ દુર્ભાગ્યપૂર્ણ છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ટ્વિટમાં આગળ કહ્યું કે “મે વડાપ્રધાનને કહ્યું કે કેટલાક લોકોની આ પ્રકારની હરકતો મને મારી જવાબદારી નિભાવવા અને આપણા સંવિધાનમાં દર્શાવવામાં આવેલા સિદ્ધાંતોને જાળવી રાખવાથી નહિ રોકી શકે. હું હ્રદયથી તે મુલ્યો પર પ્રતિબદ્ધ છું. કોઈપણ અપમાન મને પોતાનો માર્ગ બદલવા મજબૂર નહિ કરી શકે.

PIC – Social Media

આ પણ વાંચો : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ની તૈયારીઓને આખરી ઓપ

શું હતો સમગ્ર મામલો?

ઉલ્લેખનીય છે કે સંસદના બંને સદનોમાંથી 90 જેટલા વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. તેનો વિરોધ કરતા વિપક્ષી સાંસદોએ મંગળવારે (19 ડિસેમ્બર) સંસદ પરિસરમાં ધરણાં કર્યાં હતા. આ દરમિયાન સદનની મોક કાર્યવાહીનું આયોજન પણ થયું. કેટલાક સાંસદ સંસદ ભવનના નવા મકર દ્વાર પર ધરણાં કરી રહ્યાં હતા. તે સમયે ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભાના સભાપતિ ધનખરની નકલ ઉતારી હતી. તેમજ ઘટના સ્થળે હાજર રાહુલ ગાંધીએ આખી મિમિક્રિનો વિડિયો પોતાના ફોનના કેમેરામાં કેદ કર્યો હતો. ત્યારે બાદ સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થતા દેશ રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો. ઘટનાને લઈ મજાક ઉડાવનાર સાંસદની ચારેકોર નિંદા થઈ રહી છે.