નવા નાસ્ત્રેદમસે કરી ડરામણી ભવિષ્યવાણી, જુઓ શું કહ્યું?

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Jagdish, Khabri Media Gujarat

નવા નાસ્ત્રેદમસ તરીકે જાણીતા એક સાઇકિક Craig Hamilton-Parkerએ હાલમાં વર્ષ 2024ને લઈ મોટી ભવિષ્યવાણીઓ કરી છે. તેઓએ પોતાના યુટ્યુબ ચેનલ ‘કોફી વિથ ક્રેગ’ પર એક નવો એપિસોડ અપલોડ કર્યો છે. જે ખૂબ જ ડરામણી ભવિષ્યવાણી છે. આ વિડિયોમાં કેટલાય મોટા મુદ્દાઓ પર આગળ વધતા પહેલા, તેઓએ અમેરિકન રાજનીતિ માટે ભવિષ્યવાણી પર ચર્ચા કરી. જેમાંથી એક અમેરિકામાં સત્તાના નુકસાનને લઈ છે.

આ પણ વાંચો : Uttarakhand : સુરંગ ધરાશાયી થતા 20 થી 25 મજૂરો ફસાયાની આશંકા

PIC – Social Media

અમેરિકામાં થશે બ્લેકઆઉટ

ક્રેગે કહ્યું, કે હું જોઈ શકુ છું. કે અમેરિકામાં સંપૂર્ણ વિજળી કાપ અને બ્લેકઆઉટ. કેલિફોર્નિયા અને ટેક્સાસમાં મોટુ બ્લેકઆઉટ થનાર છે. તેના પર વિસ્તારથી કહેતા તેઓએ જણાવ્યું કે, હું તેને બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેમેજના રૂપે જોઉં છું. કોઈ મોટા વાવાઝોડા કે ચક્રવાતના કારણે આ બધુ થશે. તેઓએ કહ્યું, કે નેચરલ ડિજાસ્ટરમાં પાવર સપ્લાઈ સાથે જોડાયેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખોરવાતા આ બ્લેકઆઉટ થશે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

ત્યાર બાદ તેઓએ જણાવ્યું કે, 2024માં અમેરિકામાં કેટલાટ મોટા ભૂકંપો આવશે. તે મને પશ્ચિમ કિનારે દેખાઈ રહ્યા છે. ભૂકંપના કારણે મોટુ નુકસાન પહોંચી શકે છે. Craig Hamilton-Parkerને નવા નાસ્ત્રેદમસ તરીકે ઓળખવામાં આવે છે. જણાવી દઈએ કે નાસ્ત્રેદમસ ફ્રાન્સમાં એક 16મી સદીના જ્યોતિષિ હતા. તેઓની ઘણી ભવિષ્યવાણીઓ સંપૂર્ણ રીતે સાચી ઠરી છે. એવામાં ક્રેગનો આ તાજો વિડિયો ખૂબ જ ડરામણો છે.

આપને જણાવી દઈએ, કે આ પહેલા બાલકનના નાસ્ત્રેદમસ તરીકે ઓળખાતા બાબા વેંગાની ભવિષ્યાવાણીઓ ચર્ચાનો વિષય બની હતી. બાબાએ વર્ષ 2024 માટે પણ કેટલીક ભવિષ્યવાણીઓ કરી હતી. બાબાએ કહ્યું, કે આવનાર વર્ષમાં કોઈ દેશવાસીના હાથે જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાનો પ્રયાસ કરવામાં આવશે.

આ પણ વાંચો : Sonipat : હાઇરાઈઝ બિલ્ડીંગમાં આગનું તાંડવ

જો કે તેઓએ કેટલીક સકારાત્મક ભવિષ્યવાણીઓ પણ કરી છે. બાબાને આગામી વર્ષે ચિકિત્સા ક્ષેત્રે સફળતાની આશા છે. જેમાં અલ્ઝાઈમર જેવી બિમારીઓ માટે નવી સારવાર અને 2024 સુધી કેન્સરની સંભવિત સારવાર પણ સામેલ છે. તેઓએ ક્વાંટમ કમ્પ્યુટિંગમાં એક મહત્વપૂર્ણ સફળતાની પણ વાત કહી હતી. જે એઆઈને વધુ ઝડપી બનાવી શકે છે.