શું છે ‘વેસ્ટ ટુ એનર્જી’ પોલિસી, 100 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા

ખબરી ગુજરાત ગુજરાત

Waste to Energy Policy : પર્યાવરણની જાળવણી માટે ‘વેસ્ટ ટુ એનર્જી’ (Waste to Energy) ટેક્નોલોજીને વેગ આપવા માટે રાજ્ય સરકારે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ (એમએસડબ્લ્યુ)ના રિન્યુએબલ એનર્જીના સ્ત્રોતના સંભવિત ઉપયોગને ધ્યાનમાં રાખીને વેસ્ટ ટુ એનર્જી (Waste to Energy) પોલિસીનો અમલ શરૂ કર્યો છે. ગુજરાતમાં આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને 162 નગરપાલિકાઓ છે. આ કુલ 170 શહેરી સ્થાનિક સંસ્થાઓ (ULB) છે અને આ શહેરી વિસ્તારોમાં ઉત્પન્ન થતો ઘન કચરાથી લગભગ 100 મેગાવોટ ક્ષમતા ઉત્પન્ન કરી શકાય તેમ છે.

આ પણ વાંચો : હવે ગુજરાતના 2.18 લાખ શિક્ષકો બચાવશે લોકોનો જીવ

PIC – Social Media

ઊર્જાની વધતી જતી માંગને પહોંચી વળવા, ટકાઉ ઊર્જા સુરક્ષિત કરવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાની જરૂરિયાતને કારણે આજે વિશ્વને પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આપણે જાણીએ છીએ કે, પરિવર્તન સાથે સંકળાયેલા પડકારોનો સામનો કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે બિનપરંપરાગત ઊર્જાનો ઉપયોગ કરવો. શહેરીકરણની સાથે પ્રદુષણની સમસ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. વેસ્ટ ટુ એનર્જી (Waste to Energy)ટેક્નોલોજીના માધ્યમથી શહેરી વિસ્તારોના કચરાનો નિકાલ કરવા રાજ્ય સરકારે વેસ્ટ ટુ એનર્જી પોલિસી અમલી બનાવી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

રાજ્ય સરકારે અમલી બનાવેલી વેસ્ટ ટુ એનર્જી પોલિસી હેઠળ શહેરી વિસ્તારોમાં વિવિધ પ્રકારની કામગીરી માટે જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પીરાણા નજીક આવેલા કચરાને ઢગલાંને દૂર કરવો એક સમસ્યા હતી. રાજ્ય સરકારે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને પીરાણાના કચરાના ઢગલાને દૂર કરવાનો પ્રારંભ કર્યો છે. અમદાવાદ શહેરની પીરાણા ડમ્પ સાઈટ પર ઘન કચરાનું પ્રમાણ આશરે કુલ 125 લાખ મેટ્રીક ટનથી વધુ હતું. પીરાણા ડમ્પ સાઇટની કુલ 60 એકર જમીન ઉપર નારોલ વિશાલા હાઇવેને અડીને બે કચરાનાં મોટાં ઢગલાઓ છે. જેમનો એક નારોલ-સરખેજ હાઈવે તરફનો અજમેરી ડમ્પ અને બીજો એક્સેલ પ્રોસેસીંગ પ્લાન્ટની પાછળની બાજુ પર આવેલો હાઈડમ્પ છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

પીરાણા ડમ્પસાઇટની કાયાપલટ કરવાના લક્ષ્યાંક સાથે જાન્યુઆરી 2019 થી પિરાણા ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે બાયોમાઈનીંગની શરુઆત કરવામાં આવી હતી. હાલમાં આ પ્રોજેક્ટ અંતર્ગત પિરાણા પર 60 નંગ 300 મે. ટન ટ્રોમેલ મશીન તથા 10 નંગ 1000 મે.ટન ઓટોમેટેડ સેગ્રીગેશન મોબાઇલ ટ્રોમેલ મશીન કાર્યરત છે. પ્રોજેક્ટ હેઠળ ચાલતી સઘન કામગીરી દ્વારા હાલમાં દૈનિક ધોરણે 35-40 હજાર મે.ટન લિગસી વેસ્ટ પ્રોસેસ કરવામાં આવે છે. જેના ભાગરૂપે અત્યાર સુધીમાં 103 લાખ મેટ્રીક ટન જેટલો કચરો સાફ કરી અંદાજે 35 એકર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે.

આ પણ વાંચો : INS વિક્રાંતની તાકાતમાં થશે વધારો

અમદાવાદ કોર્પોરેશન દ્વારા પીરાણા બાયોમાઈનીંગમાંથી નીકળતાં આર.ડી.એફ.ના પ્રોસેસીંગ માટે છ એકર જગ્યા ફાળવવામાં આવી છે. જ્યાંથી દૈનિક ધોરણે 3000 મે.ટન બાયોમાઈનીંગમાંથી નીકળતા આર.ડી.એફ. નું પ્રોસેસીંગ કરી સીમેન્ટ ઈન્ડસ્ટ્રીને કોફાયરીંગ તરીકે વાપરવા માટે સપ્લાય કરવામાં આવે છે. પીરાણા બાયોમાઈનીંગમાંથી નીકળતા ઈનર્ટ મટીરીયલને ધોલેરા એક્સપ્રેસ હાઈવે બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં 14.5 લાખ કરતાં વધુ મે.ટન ઈનર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.