Bajaj લોન્ચ કરશે દુનિયાની પ્રથમ CNG Bike

ખબરી ગુજરાત બિઝનેસ

World’s first CNG bike : ભારતીય વાહન નિર્માતા કંપની બજાજ ઓટો આગામી ક્વાર્ટરમાં દુનિયાની પ્રથમ સીએનજી બાઇક લોન્ચ કરવા જઈ રહી છે. સાથે જ કંપની નાણાવર્ષ 2025ની શરૂઆતમાં અત્યાર સુધીની સૌથી મોટી પલ્સર પણ લોન્ચ કરશે.

આ પણ વાંચો – વડાપ્રધાન કોલકાત્તાને આપશે અંડરવોટર મેટ્રોની ભેટ, જાણો ખાસિયત

PIC – Social Media

World’s first CNG bike : તમે પેટ્રોલ કે બેટરી પર ચાલતી બાઈક તો જોઈ હશે, પરંતુ હવે ટૂંક સમયમાં તમને માર્કેટમાં CNG બાઈક પણ જોવા મળશે. ભારતીય કંપની બજાજ ઓટો વિશ્વની પ્રથમ CNG બાઇક લોન્ચ કરશે. કંપની આગામી ક્વાર્ટરમાં આ બાઇકને લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીના એમડી રાજીવ બજાજે મંગળવારે આ માહિતી આપી હતી. તેઓએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું, બજાજ સીએનજી બાઇક એ કરશે જે હોન્ડાએ કર્યું અને તે ઇંધણના ખર્ચને પણ અડધો કરી દેશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ઈંધણની કિંમત અડધી થઈ જશે

બજાજે જણાવ્યું હતું કે ઇંધણ ખર્ચ અને સંચાલન ખર્ચમાં 50 થી 65 ટકાનો ઘટાડો થયો છે. ICE વાહનોની તુલનાએ કાર્બન ઉત્સર્જન ઓછુ હતું. CNG પ્રોટોટાઇપમાં કાર્બન ડાયોક્સાઇડમાં 50 ટકા, કાર્બન મોનોક્સાઇડમાં 75 ટકા અને નોન-મિથેન હાઇડ્રોકાર્બન ઉત્સર્જનમાં લગભગ 90 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

અત્યાર સુધીનું સૌથી મોટું પલ્સર

આ ઉપરાંત, બજાજ ઓટો પણ નાણાકીય વર્ષ 2025ની શરૂઆતમાં ‘સૌથી મોટી પલ્સર’ લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ કહ્યું કે તેનું ફોકસ 125 સીસીથી ઉપરના સેગમેન્ટ પર છે. બજાજ ઓટો ઈલેક્ટ્રિક બાઈક પર પણ ઘણું કામ કરી રહી છે. કંપનીએ ઇલેક્ટ્રિક બાઇક શેરિંગ પ્લેટફોર્મ યુલુ બાઇક્સમાં પણ તેનો હિસ્સો વધાર્યો છે. બજાજે Yulu Bikesમાં રૂ. 45.75 કરોડનું વધારાનું રોકાણ કર્યું છે. આ સાથે યુલુ બાઈક્સમાં બજાજ ઓટોની ભાગીદારી વધીને 18.8 ટકા થઈ ગઈ છે. બજાજ ઓટોએ વર્ષ 2019માં યુલુ બાઈક્સમાં લગભગ રૂ. 66 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

બજાજ ઓટોના શેરમાં વધારો

બજાજ ઓટોના શેર બુધવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ઉછાળા સાથે બંધ થયા હતા. શેર 1.79 ટકા અથવા રૂ. 146.65ના ઉછાળા સાથે રૂ.8351.80 પર બંધ થયો હતો. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 8,650 રૂપિયા છે. જ્યારે 52 સપ્તાહની નીચી કિંમત 3,692.15 રૂપિયા છે. BSE પર કંપનીનું માર્કેટ કેપ રૂ. 2,36,506.07 કરોડ પર પહોંચી ગયું છે.