INS વિક્રાંતની તાકાતમાં થશે વધારો

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

MRSAM : ઇન્ડિયન નેવીના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS Vikrantની તાકાતમાં વધારો થયો છે. હવે આ એરક્રાફ્ટમાં મિડિયમ રેન્જની જમીનથી હવામાં હુમલો કરી શકતી મિસાઇલ તહેનાત કરવામાં આવી છે. આ એવી મિસાઇલ છે જે ઓછો ધુમાડો છોડે છે ઉપરાંત વધુ ઝડપના લીધે દુશ્મનો પણ તેને ટ્રેસ નથી કરી શકતા. અને દુશ્મનો પર કાળ બનીને ત્રાટકે છે.

આ પણ વાંચો : Hit and Run Law : જાણો, અમેરિકા અને જાપાનમાં શું છે કાયદો

MRSAM : વિક્રાંત એરક્રાફ્ટ કેરિયર પર પહેલાથી જ બરાક-8 અને બ્રહ્મોસ મિસાઇલો તહેનાત હોવાના સમાચાર મળ્યાં છે. તે સિવાય આ મિસાઇલ તહેનાત થવાથી યુદ્ધ જહાજની તાકાતમાં વધારો થયો છે. નેવીના અન્ય ગાઇડેડ મિસાઇલ ડેસ્ટ્રોયર્સમાં પણ આ પ્રકારની જ મિસાઇલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ મિસાઈલ DRDO દ્વારા ઈઝરાયેલની IAI કંપની સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. ભારતને ઈઝરાયેલ પાસેથી મળેલી બરાક મિસાઈલ પણ MRSAM છે. સરફેસ ટુ એર મિસાઈલ આર્મી વેપન સિસ્ટમમાં કમાન્ડ પોસ્ટ, મલ્ટી-ફંક્શન રડાર, મોબાઈલ લોન્ચર સિસ્ટમનો સમાવેશ થાય છે. આ ઇઝરાયલ ખતરનાક મિસાઇલ Barak-8 જેમ કામ કરે છે.

MRSAMનો વજન આશરે 275 કિલોગ્રામ છે. લંબાઈ 4.5 મીટર અને વ્યાસ 0.45 મીટર હોય છે. આ મિસાઇલમાં 60 કિલોગ્રામ વૉરહેટ એટલે કે હથિયાર લોડ કરી શકાય છે. એકવાર લોન્ચ થયા પછી MRSAM આકાશમાંથી 16 કિમી સુધી ટાર્ગેટને ધ્વસ્ત કરી શકે છે. જો કે તેની રેન્જ અડધા કિલોમીટરથી લઈને 100 કિલોમીટર સુધીની છે. એટલે કે આ રેન્જમાં આવતા દુશ્મનના વિમાન, વાહનો, ડ્રોન કે મિસાઇલને ધ્વસ્ત કરવામાં તે સક્ષમ છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

MRSAM મિસાયલ રેડિયો ફ્રિક્વન્સી સીકર એટલે કે તે દુશ્મનના વાહન જો છટકવા માટે માત્ર રિડેયોનો ઉપયોગ કરે તો પણ તે તેને ધ્વસ્ત કરી નાખશે. તેની ઝડપ 680 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે 2448 કિમી પ્રતિકલાક છે. જેને તેને વધુ ઘાતક બનાવે છે.

ભારતે ઇઝરાયલ પાસેથી MRSAM મિસાઇલના પાંચ રેજીમેન્ટ ખરીદવાની વાત કરી છે. તેમાં 40 લોન્ચર અને 200 મિસાઇલ આવશે. આ સોદો 17 હજાર કરોડ રૂપિયામાં નક્કી કરવામાં આવ્યો છે. આ મિસાઇલો તહેનાત કરવાથી ભારતને વાયુ સુરક્ષા કવચ બનાવવામાં મદદ મળશે.

આ પણ વાંચો : શું હવે વિપક્ષની વાગશે સીટી? CAA લાગુ

ઇઝરાયલ સાથે ભારતની સારી મિત્રતા છે. ભારતે 1996માં ઇઝરાયલ પાસેથી 32 સર્ચર અનમેન્ડ એરિયલ વ્હિકલની ખરીદી કરી હતી. તે સિવાય લેજર ગાઇડેડ બોમ્બ પણ ખરીદ્યા હતા. બરાક-1 મિસાઇલથી લઈ બરાક-8ER મિસાઇલની ડીલ ચાલી રહી છે.

વિશાખાપટ્ટનમ ગાઇડેડ મિસાઇલ વિધ્વંશકમાં 32 એન્ટી એર બરાક મિસાઇલ તહેનાત કરવામાં આવે તેવી શક્યતા છે. જેની રેન્જ 100 કિમી છે. અથવા બરાક-8ER પણ તહેનાત થઇ શકે છે. જેની રેન્જ 150 કિમી છે. તેમાં 16 એન્ટી શિપ કે અટેક બ્રહ્મોસ મિસાઇલ પણ તહેનાત કરવામાં આવી શકે છે. એટલે કે આ બંને મિસાઇલોથી સજ્જ યુદ્ધ જહાજ સમુદ્ર રાક્ષસની જેમ દુશ્મનોના જહાજો અને વિમાનો પર કાળ બનીને ત્રાટકશે.