૩ દિવસની રજા પર વાયરલ સત્ય પર્દાફાશ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

3 days week off policy: તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે કેન્દ્ર સરકાર આગામી બજેટમાં 3 દિવસની રજાની નીતિ લાવી રહી છે. જો કે હવે આ મામલે કેટલાક તથ્યો સામે આવ્યા છે.

Budget 2024: હવે થોડો સમય બાકી છે. આ સાથે સંભવિત જાહેરાતોને લઈને અટકળોની શ્રેણી શરૂ થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર આગામી સામાન્ય બજેટમાં ત્રણ દિવસની વીક ઓફ પોલિસી જાહેર કરી શકે છે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે. હાલમાં દેશમાં ચાલતી મોટાભાગની સંસ્થાઓમાં એક કે બે દિવસની રજાઓની જોગવાઈ છે.શું છે દાવો – વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર 3 દિવસની સાપ્તાહિક રજાની નીતિ લાવી રહી છે. વાયરલ પોસ્ટમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીરથારામન જોવા મળી રહ્યા છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ‘બજેટ 1 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ કરવામાં આવશે.’ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સરકાર ઓફિસના કામકાજના કલાકો, રજાઓ અને પગારમાં મોટા ફેરફાર કરી શકે છે.

આ દાવાઓ પણ – વાયરલ પોસ્ટ અનુસાર, ‘કર્મચારીઓને 4 દિવસ સુધી 10થી 12 કલાક કામ કરવું પડશે.’ એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આગામી બજેટમાં કેશ ઇન હેન્ડ ઘટે છે, ભવિષ્ય નિધિમાં વધારો થવાની શક્યતાઓ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ‘મોદી સરકાર શ્રમ કાયદાને તાત્કાલિક લાગુ કરવાની યોજના બનાવશે.’

આ પણ વાંચો : ‘મ્યુઝિયમ ઓફ ગુજરાત’ મોબાઇલ ઍપ લોન્ચ, જાણો ખાસિયત

સત્ય શું છે: હવે આ દાવાઓને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એટલે કે PIB દ્વારા રદિયો આપવામાં આવ્યો છે. PIB કહે છે, ‘આ દાવો નકલી છે.’ વધુમાં કહેવામાં આવ્યું હતું કે, ‘સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરવામાં આવી રહી છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી બજેટમાં 3 દિવસની સાપ્તાહિક રજાની નીતિની જાહેરાત કરવા જઈ રહ્યા છે.’ પીઆઈબીએ માહિતી આપી હતી કે, ‘નાણામંત્રી દ્વારા આવી કોઈ દરખાસ્ત આપવામાં આવી નથી.’