‘મ્યુઝિયમ ઓફ ગુજરાત’ મોબાઇલ ઍપ લોન્ચ, જાણો ખાસિયત

ખબરી ગુજરાત ગુજરાત

Museum of Gujarat App : સંગ્રહાલયની મુલાકાતે આવતા પ્રવાસીઓની સરળતા માટે રાજ્ય સરકાર દ્વારા ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. જી હા હવે સંગ્રહાલય વિશે જાણવા માટે તમારે કોઈ ગાઇડ રાખવાની જરૂર નહિ પડે, કેમ કે ગુજરાત સરકાર દ્વારા મ્યુઝિયમ ઓફ ગુજરાત એપ (Museum of Gujarat App) લોન્ચ કરવામાં આવી છે. આ એપની મદદથી તમે ઓડિયો રૂપે સંગ્રહાલયની વિશે અને તેમાં રાખેલી પ્રદર્શનની માહિતી મેળવી શકશો.

આ પણ વાંચો : 15 December : જાણો, આજનો ઈતિહાસ

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ગાંધીનગર ખાતેથી પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળની પુરાતત્વ અને સંગ્રહાલય કચેરીની ‘મ્યુઝિયમ ઓફ ગુજરાત’ મોબાઇલ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી હતી. સાથે જ મંત્રી મુળુભાઈ દ્વારા ‘મ્યુઝિયમ્સ ઓફ ગુજરાત’ ન્યૂઝ લેટરનાં પ્રથમ વિષેશાંકનું પણ લોકાર્પણ કર્યું હતું. આ ન્યૂઝ લેટર પુરાતત્વ અને સંગ્રહાલય કચેરી દ્વારા કરવામાં આવેલી રચનાત્મક કામગીરીની માહિતી રૂપે દર ત્રણ માસે પ્રકાશિત કરવામાં આવશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

નવીન મોબાઈલ એપ્લીકેશન વિશે માહિતી આપતા મંત્રીએ કહ્યું હતું કે, ‘મ્યુઝિયમ ઓફ ગુજરાત એપ્લિકેશન’ એ મોબાઈલ ઓડિયો ગાઇડ પ્રકારની બનાવવામાં આવી છે. આ એપ્લીકેશનની મદદથી મ્યુઝીયમની મુલાકાતે આવતા નાગરીકો ત્યાં પ્રદર્શન ગેલેરીમાં પ્રદર્શિત કરેલા એકમો સહિત સંપૂર્ણ સંગ્રહાલયની તમામ માહિતી સાંભળી શકશે. આ એપ્લીકેશનમાં ઓડિયો ગાઈડ માત્ર ગુજરાતી જ નહિ, પરંતુ અંગ્રેજી ભાષામાં પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો : ઘરમાં બીલીપત્રનું વૃક્ષ ઉછેરી શકાય? જાણો શું છે નિયમ?

હાલમાં આ એપ્લિકેશનમાં બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરીની ઓડીયો ગાઇડ ઉપલ્બધ છે, અને ભવિષ્યમાં ગુજરાત સરકાર હસ્તકના તમામ સંગ્રહાલયનો આમાં સમાવેશ કરવામાં આવશે. નાગરીકો આ એપ્લીકેશન ગુગલ પ્લેસ્ટોર અને આઇ.ઓ.એસ એપસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે.