UPSC CSE 2023નું પરિણામ જાહેર, જાણો કોણે મારી બાજી

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી

UPSC CSE 2023 Result: યુપીએસસી સીએસઈ 2023નું ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2023માં લેવાનારા આ પરીક્ષામાં આદિત્ય શ્રીવાસ્તવે ઓલ ઇન્ડિયા રેન્કમાં નંબર વનનું સ્થાન મેળવ્યું છે.

આ પણ વાંચો – સલમાનના ઘર બાહર ફાયરિંગ કરનાર શુટર્સે કર્યા મોટા ખુલાસા

PIC – Social Media

UPSC CSE 2023 Result: યુપીએસસી સીએમઈની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. યુપીએસસીની સિવિલ સેવા પરીક્ષા 2023નું ફાઇનલ રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. UPSCની સત્તાવાર વેબસાઇટ પર આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે આદિત્ય શ્રીવાસ્તવે ઓલ ઇન્ડિયા નંબર વનનો રેંક મેળવી બાજી મારી છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર યુપીએસસી સીએસઈ પરિણામ 2023નું પરિણામ ચેક અને ડાઉનલોડ કરી શકે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ રીતે જુઓ યુપીએસસીનું ફાઇનલ પરિણામ

સૌથી પહેલા ઉમેદવારે સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જવાનું રહેશે.
ત્યાર બાદ સિવિલ સેવા પરીક્ષાના ફાઇનલ રિઝલ્ટ પર ક્લિક કરો.
ત્યાર બાદ સ્ક્રીન પર એક પીડીએફ જોવા મળશે.
હવે તમારુ નામ કે રોલ નંબર શોધો.
ત્યાર બાદ પીડીએફ ડાઉનલોડ કરી લો.

યુપીએસસી સીએસઈના ટોપર્સની યાદી

પહેલા નંબરે આદિત્ય શ્રીવાસ્તવન
બીજા નંબરે અનિમેષ પ્રધાન
ત્રીજા નંબરે ડોનુરુ અનન્યા રેડ્ડીનું નામ છે.
ચોથા નંબરે પી કે સિદ્ધાર્થ રામકુમાર
પાંચમાં નંબરે રુહાનીનું નામ આવે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

સત્તાવાર વેબસાઇટ પરથી મળેલા ડેટા અનુસાર નિમણુક માટે કુલ 1016 ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યાં છે. તેમાંથી 347 જનલર કેટેગરી, 115 ઇડબ્લ્યુએસમાંથી છે. 303 ઓબીસી છે. 165 એસસી છે અને 86 એસટી છે. આપને જણાવી દઈએ કે ભારતીય વહીવટી સેવા, ભારતીય વિદેશ સેવા, ભારતીય પોલીસ સેવા અને કેન્દ્રીય સેવાઓ, ગૃપ એ અને બીમાં નિમણુક માટે લેખિત પરીક્ષા અને વ્યક્તિત્વ પરીક્ષણને આધારે ફાઇનલ પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે.