સલમાનના ઘર બાહર ફાયરિંગ કરનાર શુટર્સે કર્યા મોટા ખુલાસા

ખબરી ગુજરાત મનોરંજન

Salman Firing Case : બોલીવુડના દબંગ સલમાન ખાનના ઘરની બાહર ફાયરિંગ કરનાર બંને આરોપીઓની ધરપકડ બાદ પોલીસની પુછપરછમાં મોટા ખુલાસા થયા છે. તેઓએ કહ્યું કે ફાયરિંગ કર્યા બાદ હથિયાર સુરતની એક નદીમાં ફેંકી દીધા હતા. ફાયરિંગને અંજામ આપતા પહેલા તેઓને આ હથિયાર એક રાત પહેલા બાંદ્રામાં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા ઉપલબ્ધ કરાવામાં આવ્યાં હતા.

આ પણ વાંચો – Ram Navami 2024: રામ નવમી પર ભગવાન રામને ધરો આ 5 વસ્તુનો ભોગ

Salman Firing Case : 14 એપ્રિલે મુંબઇમાં સલમાન ખાનના ઘર બાહર ફાયરિંગ કરના બંને આરોપીઓને ભૂજમાંથી ઝડપી પાડવામાં આવ્યાં હતા. પૂછપરછ દરમિયાન બને આરોપીઓએ મોટા ખુલાસા કર્યા છે. આરોપીએ કહ્યું કે તેઓને ફાયરિંગને અંજામ આપ્યા બાદ હથિયાર સુરતની એક નદીમાં ફેંકી દીધા હતા. આરોપી વિક્કી ગુપ્તા અને સાગર પાલને ઘટનાને અંજામ આપતા પહેલા 13 એપ્રિલે ફાયરિંગ માટે હથિયાર સોંપવામાં આવ્યાં હતા. આ હથિયાર તેઓે બાંદ્રામાં એક પૂલ નીચે એક અજાણ્યા શખ્સ દ્વારા સોંપવામાં આવ્યાં હતા.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ભુજના એસપી મહેન્દ્ર બાગરિયાએ નેશનલ મીડિયા સાથે વાત કરી હતી. તેઓએ પુષ્ટિ કરતા કહ્યું કે, પ્રાથમિક જાણકારી અનુસાર, હથિયાર 13 એપ્રિલની રાતે બાંદ્રામાં એક વ્યક્તિએ બંને આરોપીઓને આપ્યા હતા. તે પનવેલમાં રોકાયા હતા અને સલમાનના ઘરની બાઇક અને ઓટો રિક્ષાથી રેકી કરી હતી. ત્યાર બાદ 14 એપ્રિલે સલમાન ખાનના ઘર બાહર તેઓએ ફાયરિંગને અંજામ આપ્યો. તેઓએ અમારા અધિકારીઓને કહ્યું કે તેઓએ હથિયાર ફેંકી દીધા છે.

માતાના મઢ ખાતે આરામ કરી રહ્યાં હતા આરોપી

સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓને ભૂજ પોલીસે માતાના મઢ મંદિર પરિસરમાંથી આશરે 1.30 વાગ્યે ઝડપી પાડ્યા હતા. ત્યાર બાદ તેઓએ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને જાણ કરી હતી. ટેક્નિકલ ઇનપુટ સિવાય, ગુપ્તચર વિભાગે મંદિર પરિસરમાં આરોપીઓને પકડવામાં મદદ કરી હતી. અહીં નવરાત્રીના કારણે હવન ચાલુ હતો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

અનમોલ બિશ્નોઈના કહેવા પર કર્યું ફાયરિંગ

જ્યારે ક્રાઇમ બ્રાન્ચે તેઓની પૂછપરછ કરી તો તેઓએ ગુનો કબુલ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આરોપીઓનું કહેવું છે, કે તેઓએ લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈના આદેશ પર ફાયરિંગ કર્યું હતુ. તેઓએ કહ્યું કે ઘટનાને અંજામ આપ્યા બાદ હથિયાર સુરતમાં એક નદીમાં ફેંકી દીધા છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે બંનેએ પહેલીવાર આ ગુનો કર્યો છે. આગળની તપાસ માટે બંનેને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવ્યાં છે.