“ન્યાય પ્રાણાલી પર અનુચિત દબાણ”, 21 પૂર્વ જજોએ લખ્યો પત્ર

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Supreme Court News: પૂર્વ જજોએ કહ્યું છે કે આ પ્રકારની પ્રવૃતિઓથી માત્ર ન્યાય પાલિકાની સુચિતા અને અવમાન જ નથી થઈ રહ્યું, પરંતુ જજોની નિષ્પક્ષતા પર પણ સવાલો ઊભા થાય છે.

આ પણ વાંચો – સલમાન ખાનના ઘરની બાહર ફાયરિંગ કરનાર કોણ છે? થયો મોટો ખુલાસો

PIC – Social Media

Supreme Court News: હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના 21 પૂર્વ જજોએ એક પત્રમાં ન્યાય પાલિકા પર અયોગ્ય દબાણને લઈ દલીલો રજૂ કરી છે. આ પૂર્વ જજોએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડને એક પત્ર લખ્યો છે. જેમાં ન્યાયી પાલિકા પર વધતા દબાણને લઈ ચિંતા વ્યક્તિ કરવામાં આવી છે. આ પત્રમાં ન્યાય પાલિકા પર અયોગ્ય દબાણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પત્ર લખનાર જજોએ કહ્યું છે કે હાલની સ્થિતિએ ન્યાય પાલિકાને બચાવાની જરૂરી છે. જજોએ કેટલા લોકો પર સવાલો ઉઠાવતા કહ્યું છે, કે રાજકીય હિતો અને અંગત લાભથી પ્રેરિત કેટલાક તત્વો આપણી ન્યાય પ્રાણાલીમાં જનતાનો વિશ્વાસ ખતમ કરી રહ્યાં છે.

નિર્ણયોને પ્રભાવિત કરે છે

તેઓએ કહ્યું કે આ પ્રકારની પ્રવૃતિઓથી માત્ર ન્યાય પાલિકાની સુચિતા અને અવમાન જ નહિ પરંતુ જજોની નિષ્પક્ષતા પર પણ સવાલો ઉઠવા લાગે છે. આવા લોકો જે રીત અપનાવી રહ્યાં છે તે ઘણી પરેશાન કરનાર છે. આ લોકો ન્યાય પ્રાણાલીની છબ્બીને ખરાબ કરવા માટે પોતાના હિસાબે મનઘડંત કહાનીઓ બનાવી નિર્ણયોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

દબાણ ખતમ કરવા કરી અપીલ

પૂર્વ જજોએ કહ્યું કે મોટાભાગે સામાજિક, આર્થિક અને રાજકીય મહત્વવાળા કેસનો તેમાં સમાવેશ થાય છે. એવામાં અમે સુપ્રીમ કોર્ટની આગેવાનીમાં ન્યાય પાલિકા પાસે આગ્રહ કરીએ છીએ કે તેઓ આ પ્રકારના દબાણને ખતમ કરે અને એ સુનિશ્ચિત કરે કે આપણી કાયદા પ્રાણાલીની સુચિતા અને સ્વાયતતા સુરક્ષિત રહે.