Tulsi Vivah : જાણો, ક્યારે છે તુલસી વિવાહનું શુભ મુહૂર્ત અને શું છે મહત્વ

ખબરી ગુજરાત ધર્મ

Jagdish, Khabri Media Gujarat

Tulsi Vivah : હિન્દુ પંચાંગ અનુસાર, તુલસી વિવાહ હંમેશા દેવઉઠી અગિયારસના દિવસે આવે છે. આ દિવસે માં તુલસી અને શાલિગ્રામ ભગવાનના વિવાહ કરવામાં આવે છે. આ તહેવાર દરવર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષમાં અગિયારસ પર ઉજવવામાં આવે છે. તો આવો જાણીએ, કે આ વખતે તુલસી વિવાહ ક્યારે છે અને તેનું મહત્વ શું છે.

આ પણ વાંચો : 16 November : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે તમારો દિવસ

PIC -Social Media

હિન્દુ રીતિ રિવાજોમાં તુલસી વિવાહ (Tulsi Vivah)નું વિશેષ મહત્વ છે. આ દિવસે વિષ્ણુ ભગવાનના શાલિગ્રામ સ્વરૂપ સાથે તુલસી માતાના વિવાહ કરવામાં આવે છે. એવી માન્યતા છે, કે આ દિવસે જે પણ વ્યક્તિ શુભ મુહૂર્તમાં વિધિપૂર્વક તુલસી માતાના વિવાહ કરાવે છે, તેના દામ્પત્ય જીવન હંમેશા ખુશીઓથી હર્યુ ભર્યું રહે છે. તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને સંતાન સુખનું વરદાન મળે છે.

ખબરી ગુજરાતના વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

પંચાંગ અનુસાર, તુલસી વિવાહ દરવર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષમાં અગિયારસના એક દિવસ પછી યોજાય છે. આ દિવસે આખા દેશમાં તુલસી વિવાહનું ધામધૂમથી આયોજન કવરામાં આવે છે. તેની સાથે જ લગ્ન, સગાઈ જેવા માંગલિક પ્રસંગોના શુભ મુહૂર્તની પણ શરૂઆત થાય છે. તો આવો જાણીએ કે આ વર્ષે તુલસી વિવાહ ક્યારે છે અને તેનું મહત્વ શું છે.

ક્યારે છે તુલસી વિવાહ?

અંગ્રેજી કેલેન્ડર અનુસાર આ વખતે 23 નવેમ્બરે અગિયારસ આવે છે અને તેના પછીના દિવસે 24 નવેમ્બરે બારસ છે. બારસના દિવસે ઘરોમાં તુલસી માતા અને શાલિગ્રામ ભગવાનના વિવાહ કરાવાનું વિધાન છે. એવું કહેવાય છે કે, આ પ્રમાણે કરવાથી વ્યક્તિના જીવનમાં ભાગ્યની વૃદ્ધિ થાય છે.

તુલસી વિવાહનું શુભ મુહૂર્ત

તુલસી વિવાહનું આયોજન કારતક મહિનાના શુક્લ પક્ષની બારસના રોજ કરવામાં આવે છે. પંચાંગ અનુસાર, બારસ 23 નવેમ્બર, ગરુવારે સાંજે 9 વાગ્યાથી શરૂ થશે. જ્યારે તેનુ સમાપન 24 નવેમ્બર, શુક્રવારે સાંજે 7.06 વાગ્યે થશે. એવામાં ઉદિયાતિથિને ધ્યાનમાં લેતા તુલસી વિવાહની ઉજવણી 24 નવેમ્બરે જ કરવામાં આવશે.

આ પણ વાંચો : IND vs NZ Semifinal: ક્રિકેટ ફેન્સે OTT પર રચ્યો ઈતિહાસ

તુલસી વિવાહનું મહત્વ

સનાતન ધર્મમાં તુલસી વિવાહનું ખાસ મહત્વ છે. આ દિવસે તુલસી માતાની સાથે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ અવતારના લગ્ન કરાવવામાં આવે છે. આ દિવસે વિધિ વિધાનથી તુલસી અને શાલિગ્રામના લગ્ન કરાવવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે, એવી માન્યતા છે. સાથે જ વિવાહમાં આવતા અવરોધો પણ દૂર થાય છે. એવું કહેવાય છે, કે તુલસી વિવાહ વિધિપૂર્વક સંપન્ન કરાવનારને કન્યાદાન સમાન ફળની પ્રાપ્તિ થાય છે.