બ્લુ આધાર કાર્ડ વિશે ક્યારેય સાંભળ્યું છે? જાણો શું છે બ્લુ આધાર કાર્ડ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય શિક્ષણ અને કારકિર્દી

Jagdish, Khabri Media Gujarat

આપણે બધા જાણીએ છીએ કે આધાર કાર્ડ (Aadhaar Card) કેટલું મહત્વનું ડોક્યુમેન્ટ છે. જી હા આધાર કાર્ડ(Aadhaar Card) દરેક નાગરિક માટે જરૂરી અને મહત્વપૂર્ણ દસ્તાવેજમાંથી એક છે. ભારતમાં વ્યક્તિએ તેની ઓળખ બતાવવા માટે આધાર કાર્ડ(Aadhaar Card) જરૂરી છે. આધાર કાર્ડ(Aadhaar Card) તમામ સરકારી કામો માટે જરૂરી દસ્તાવેજમાંથી એક છે. બેંક એકાઉન્ટ ખોલાવવું હોય કે સરકારી યોજનાનો લાભ લેવો હોય, પાસપોર્ટ બનાવડાવો હોય કે એલપીજી સિલિન્ડર સબસિડી લેવી હોય. આ તમામ જગ્યાએ આધાર નંબરની જરૂર પડે છે.

આ પણ વાંચો : કિડનીને સ્વસ્થ રાખવા માંગો છો? તો આ વસ્તુઓના સેવનથી રહો દૂર

PIC Social Media

આપને જણાવી દઈએ, કે ભારતમાં ઘણાં પ્રકારના આધાર કાર્ડ છે. જેમાં એક બ્લુ આધારકાર્ડનો સમાવેશ પણ થાય છે. જી હા, વિશ્વાસ નથી આવતો ને? પણ હા બ્લુ આધારકાર્ડ હકીકતમાં છે. જેના વિશે ખુબ ઓછા લોકો જાણે છે. શું તમે ક્યારેય બ્લુ આધાર કાર્ડ જોયું છે? શું તમને ખબર છે કે બ્લુ આધારકાર્ડ શું છે અને તેને કોણ મેળવી શકે છે? તો આવો જાણીએ.

શું છે બ્લુ આધારકાર્ડ?

વર્ષ 2018માં UIDAIએ બાળકો માટે આધાર કાર્ડની સુવિધા શરૂ કરી હતી. તેને બાળ આધાર કાર્ડ કે બ્લુ આધારકાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. બ્લુ કલરનું હોવાથી તેને બ્લુ આધાર કાર્ડ કહેવામાં આવે છે. આપને જણાવી દઈએ કે, બ્લુ આધારકાર્ડ 5 કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે બનાવવામાં આવે છે. તેને તમે 5 વર્ષ પછી અપડેટ કરી શકો છો.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

બ્લુ આધાર કાર્ડ સામાન્ય આધાર કાર્ડથી થોડુ અલગ છે. કેમ કે બ્લુ આધાર કાર્ડ બનાવવા માટે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના બાયોમેટ્રિક લેવામાં આવતા નથી. આપને જણાવી દઈએ, કે બાળકોના આધારને તેની યુઆઈડી, તેના માતા પિતાના યુઆઈડી સાથે જોડાયેલ જાણકારી અને ચહેરાની ઓળખના આધાર પર બનાવવામાં આવે છે. પરંતું બાળકોના 5 વર્ષની ઉંમર પછી બાયોમેટ્રિક અપડેટ કરાવવું પડશે.

આ પણ વાંચો : Bharuch : દિવાળી પર ઈમરજન્સીને પહોંચી વળવા 108ના કર્મચારીઓ ખડેપગે

આ રીતે બનાવી શકાય બ્લુ આધાર કાર્ડ

સૌપ્રથમ UIDAIની વેબસાઈટ uidai.gov.in પર જાઓ.
આધાર કાર્ડ નોંધણીનો વિકલ્પ પંસંદ કરો.
બાળકનું નામ, માતા-પિતાના ફોન નંબર અને જરૂરી જાણકારી આપો.
હવે આધાર અપોઈન્ટમેન્ટના વિકલ્પ પર ક્લિક કરો.
નજીકના નામાંકન કેન્દ્ર પર જઈ અપોઈન્ટમેન્ટ લો.
પોતાનું આધાર, બાળકોનું જન્મ પ્રમાણ પત્ર સાથે આધાર કેન્દ્ર પર જાઓ.
ત્યાં તમને આધાર મળી જશે.
ત્યાર બાદ તમને એક એક્નોલેજમેન્ટ નંબર આપવામાં આવશે. જેનાથી તમે ટ્રેક કરી શકો છો.