ઉત્તર ભારતમાં ધરા ધ્રુજી, અહીં આવ્યો ભૂકંપનો આંચકો

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Earthquake : મંગળવારે સવારે લેહ અને લદ્દાખ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર 4.5ની તીવ્રતા નોંધાઈ છે.

આ પણ વાંચો : 26 December : જાણો, આજનું રાશિફળ

PIC – Social Media

Earthquake News : લેહ, લદ્દાખમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું, કે મંગળવાર સવારે આશરે 4:33 કલાકે લેહ અને લદ્દાખમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ભૂકંપનું કેન્દ્ર બિંદુ

ભૂકંપનું કેન્દ્ર 5 કિમી દૂર ઊંઇડાઈએ નોંધાયું છે. ભૂકંપના આંચકા 34.73 અક્ષાંશ અને 77.07 રેખાંશ પર આવ્યા છે. એજન્સીએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીર નજીક કિશ્તવાડ જિલ્લામાં પણ 3.7ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. એનસીએસ અનુસાર, કિશ્તવાડમાં ભૂકંપ મોડી રાતે આશરે 1.10 વાગ્યે અનુભવાયો હતો. જો કે પર્વતીય વિસ્તારમાં અત્યાર સુધીમાં કોઈ જાનમાલને નુકસાન થયાનું જાણવા મળ્યું નથી.

કેમ આવે છે ભૂકંપ?

ધરતી મુખ્યત્વે ચાર સ્તરોથી બનેલી છે ઇનર કોર, આઉટર કોર, મેટલ કોર અને ક્રસ્ટ, ક્રસ્ટ અને ઉપરના સ્તરને લેથોસ્ફિયર કહેવામાં આવે છે. આ 50 કિમી જાડું પડ ઘણાં વર્ગ કિમીમાં વહેંચાયેલુ છે. જેને ટેકટોનિક પ્લેટ્સ કહેવામાં આવે છે. એટલે કે ધરતીની ઉપરનો ભાગ 7 ટેક્ટોનિક પ્લેટોથી બનેલો છે. આ પ્લેટ ક્યારેય સ્થિર રહેતી નથી. તે સતત હલતી રહે છે. જ્યારે આ પ્લેટો એક બીજા તરફ નજીક આવે છે તો તે એક બીજા સાથે અથડાય છે. કેટલીકવાર આ પ્લેટો તૂટી જાય છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ પ્લેટોની અથડામણથી વિપુલ માત્રામાં ઉર્જા નીકળે છે જેના લીધે જે તે વિસ્તારમાં કંપન પેદા થાય છે. ક્યારક આ આંચકા ઓછી તીવ્રતાના હોય છે એટલે તેને અનુભવી શકાતા નથી. જ્યારે કેટલીકવાર વધુ આંચકા વધુ તીવ્ર હોવાથી ધરતી ફાટી જાય છે.

ભૂકંપથી કઈ રીતે બચવું?

ભૂકંપના આંચકા અનુભવાય ત્યારે ડરવાની જગ્યાએ સાવધાની રાખો. જો તમે ભૂકંપના આંચકા અનુભવો તો ઘરની બહાર નીકળી ખુલી જગ્યાએ પહોંચવાનો પ્રયત્ન કરો. જો ગલી સાંકડી હોય અને બંને બાજુ ઇમારતો હોય તો બહાર નીકળવાથી કોઈ ફાયદો નથી. ત્યારે તમે તમારા ઘરની જ કોઈ સુરક્ષિત જગ્યાએ રહો. જો ઘરની બહાર નીકળવામાં વધુ સમય લાગે છે. તો ઘરના કોઈ ખૂણામાં કે કોઈ મજબૂત ફર્નિચરની નીચે સંતાઇ જાઓ. માથાની સાથે શરીરના અન્ય સંવેદનશીલ અંગોને નુકસાન ન થાય તેવો પ્રયત્ન કરો.