આ દિગ્ગજ ક્રિકેટરે લીધો વન ડે ક્રિકેટમાંથી સંન્યાસ

ખબરી ગુજરાત રમતગમત

David  Warner ODI retirement: ડેવિડ વોર્નરે નવા વર્ષના પહેલા જ દિવસે વન ડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. દિગ્ગજ ક્રિકેટરે સિડની ક્રિકેટ મેદાનમાં પાકિસ્તાન વિરુદ્ધ રમાનાર પોતાના વિદાય ટેસ્ટમાં બે દિવસ પહેલા નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો : જાણો કેવું રહેશે? 2024માં ભારતીય ક્રિકેટ ટીમનું શેડ્યુઅલ

David  Warner ODI retirement: ડેવિડ વોર્નરે નવા વર્ષના પહેલા દિવસે (સોમવાર, 1 જાન્યુઆરી) વનડે ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. દિગ્ગજ ખેલાડીએ સિડની ક્રિકેટ મેદાનમાં પાકિસ્તાન વિરુદ્ધ રમાનાર પોતાના વિદાય ટેસ્ટ મેચમાં બે દિવસ પહેલા નિર્ણય લીધો હતો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

37 વર્ષના વોર્નરે (Warner) વર્લ્ડકપ 2023 દરમિયાન 50 ઓવરના મેચમાંથી સંન્યાસ લેવાનો વિચાર કર્યો હતો. વોર્નરે કહ્યું કે તેને પોતાની પત્ની કેન્ડિસ અને ત્રણ દિકરીઓ – આઈવી, ઇસલા અને ઇંડીને વધુ સમય આપવાની જરૂર છે. જો કે વોર્નરે એ પણ કહ્યું કે જો ઓસ્ટ્રેલિયાને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટોપ ઓર્ડર બેટ્સમેનની જરૂર હશે તો તે રિટાયરમેન્ટમાંથી પરત આવી જશે. જેની યજમાની 2025માં પાકિસ્તાન કરનાર છે.

વોર્નરે (Warner) પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું મને ખબર છે કે “ચેમ્પિયન્સ ટ્રોફી આવનાર છે અને જો હું બે વર્ષ પછી પણ સારુ ક્રિકેટ રમી શકુ અને જરૂર પડશે તો હું હાજર રહીશ.”

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

વોર્નરે ગત વિશ્વ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેઓએ પોતાની ટીમ માટે સૌથી વધુ બનાવ્યા. વોર્નરે 11 મેચોમાં 48.63ની સરેરાશ અને 108.29ની સ્ટ્રાઇક રેટથી 535 રન બનાવ્યાં હતા. જેમાં બે સદી અને 2 અડધી સદીનો સમાવેશ થાય છે. તેનો 163 રનનો સૌથી વધુ સ્કોર પાકિસ્તાન વિરુદ્ધ બેંગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નોંધાયો હતો.

આ પણ વાંચો : 1 January : જાણો, આજનો ઈતિહાસ

David  Warner નો વનડે રેકોર્ડ

વોર્નરે 161 વનડે ઇન્ટરનેશનલ મેચમાં 45.30ની સરેરાશ અને 97.26ની સ્ટ્રાઇક રેટથી 6932 રન બનાવ્યા. તે દરમિયાન તેના બેટથી 22 સદી અને 33 અડધી સદી આવી છે. વોર્નરે જાન્યુઆરી 2009માં હોબાર્ટમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વનડે ડેબ્યુ કર્યું હતુ અને રિકી પોન્ટિંગ, એડમ ગિલક્રિસ્ટ, માર્ક વો, માઇકલ ક્લાર્ક અને સ્ટીવ વૉ બાદ છઠ્ઠા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યાં છે.