સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ : કાર દુર્ઘટનામાં બની રહ્યું છે મોતનું કારણ

ખબરી ગુજરાત લાઈફ સ્ટાઈલ

Central Locking System : સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ ઘણીવાર દુર્ઘટના સમયે મોતનું કારણ બને છે. રાજસ્થાનના સીકરમાં સર્જાયેલી દુર્ઘટનામાં જો કાર સવારો સમયસર બહાર નીકળી શક્યા હોય તો તેનો જીવ કદાચ બચી ગયો હોત. ત્યારે હવે આ ફિચરને લઈ ઘણાં સવાલો ઉઠી રહ્યાં છે.

આ પણ વાંચો – “ન્યાય પ્રાણાલી પર અનુચિત દબાણ”, 21 પૂર્વ જજોએ લખ્યો પત્ર

PIC – Social Media

Central Locking System : સમય સાથે કારોમાં એકથી એક ચડિયાતા સેફ્ટી ફિચર આપવામાં આવે છે, જેથી દુર્ઘટના સયમે પેસેન્જરનો જીવ બચી શકે. આ સેફ્ટિ ફિચરમાંથી એક છે સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ જે હાલ તમામ અકસ્માતોમાં દરવાજાને લોક કરી મોતનું કારણ બનતુ જાય છે. સેફ્ટીને લઈ આપવામાં આવતા આ ફિચરને લઈ ઘણાં સવાલો ઉઠી રહ્યાં છે. તાજેતરમાં રાજસ્થાનના સીકરમાં સર્જાયેલ માર્ગ દુર્ઘટનામાં થયેલા મોત પાછળ સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ પણ એક કારણ હોવાનું સામે આવ્યું છે.

રાજસ્થાનના સીકર જિલ્લાના ફતેહપુરમાં ગઈ કાલે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. આ એક્સિડેન્ટમાં એક જ પરિવારના 7 લોકો જીવતા ભડથુ થઈ ગયા હતા. રવિવારે બપોરના સમયે એક કારને ટ્રકે ટક્કર મારી હતી. આ દુર્ઘટના પછી કારમાં આગ લાગી ગઈ હતી. જોત જોતામાં આખી કારમાં આગની જ્વાળોઓ ફેલાઈ ગઈ અને તેમાં સવાર તમામ લોકો જીવતા ભડથુ થઈ ગયા. જણાવાઈ રહ્યું છે, કે અકસ્માત વખતે કારના દરવાજા લોક થઈ ગયા હતા જેને લઈ કારમાં સવાર લોકો બહાર નીકળી શક્યા નહિ.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ શું છે?

સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ, શરૂઆતમાં માત્ર પ્રિમીયમ કારોમાં જ આપવામાં આવતી હતી. પરંતુ આજના સમયે આ ફિચર લગભગ તમામ કારોમાં જોવા મળે છે. આ સિસ્ટમ કારના તમામ દરવાજાઓને એક સાથે લોક અને અનલોક કરવાની સુવિધા આપે છે. તેમાં ડ્રાઇવર સાઇડના લોક બટન સિવાય રિમોટથી પણ ઓપરેટ કરી શકાય છે. આ સિસ્ટમવાળી કારમાં તમામ દરવાજાઓને અલગ અલગ લોક-અનલોક કરવાની જરૂર પડતી નથી. મોર્ડન કારોમાં તો હવે રિમોટ કિ પણ આપવામાં આવે છે. જેથી એક ફિક્સ અંતરથી કારના તમામ દરવાજાઓને લોક અને અનલોક કરી શકાય છે.

આ ફિચરના ફાયદા શું છે?

સેન્ટ્રલ લોકિંગ સિસ્ટનો એકમાત્ર અને સૌથી મોટો ફાયદો એ છે કે તમે સરળતાથી કારના તમામ દરવાજાને લોક-અનલોક કરી શકો છો. જો તમારી સાથે કારમાં બાળક મુસાફરી કરતુ હોય અને તે પાછળ બેઠુ હોય તો તમે ડ્રાઇવિંગ સિટ પર બેઠાબેઠા જ દરવાજાને લોક કરી શકો છો. ચાલુ કારે તમામ દરવાજા બંધ હોવા ખૂબ જ જરૂરી છે. આ ફિચર તેની સુવિધા આપે છે. આ સિસ્મટ કારને ચોરી થતા બચાવે છે. જેમ કે કારના દરવાજા સાથે કોઈ છેડછાડ થાય તો આ સિસ્ટમમાં લાગેલુ આલાર્મ વાગવા લાગે છે. તેનાથી માત્ર કાર જ નહિ ચાવી પણ બંધ કરી શકાય છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

દુર્ઘટના સમયે મોટુ નુકસાન

આ સિસ્ટમના કેટલાક ફાયદાઓ છે તો કેટલાક જીવલેણ નુકસાન પણ છે. તાજેતરમાં સર્જાયેલી ઘણી દુર્ઘટનાઓમાં જોવા મળ્યું છે કે, અકસ્માત દરમિયાન સેન્ટ્રલ લોકને લઈ કાર સવાર બાહર આવી શક્યા નહિ અને આગ કે ધુમાડાને કારણે કારમાં જ તેનું મોત થઈ ગયું હોય.

આવી સ્થિતિમાં શુ કરવું?

અકસ્માત દરમિયાન કારના દરવાજા લોક થવાથી તમારુ કાર બહાર નીકળું ખુબ જ જરૂરી બની જાય છે. આવા કેસમાં તમે વિંડશીલ્ડને તોડીને બાહર નીકળી શકો છો. તેમાં કેટલાક ટુલ્સ તમારી મદદ કરી શકે છે. જે આ પ્રકારે છે.

હથોડી – કારમાં હંમેશા એક નાની હથોડી સાથે રાખો. તેની મદદથી કારની વિન્ડો કે વિન્ડશીલ્ડને તોડી કાર સવાર બાહર આવી શકે છે.

સીટ-બેલ્ટ કટર – દુર્ઘટના સમયે શિટ બેલ્ટ જામ થઈ જાય છે. એવામાં સીટ-બેલ્ટ કટર ઘણું મદદગાર સાબિત થાય છે. આ ટૂલની મદદથી તમે સરળતાથી સીટ બેલ્ટને કાપી શકો છો અને બાહર નીકળી શકો છો.

સર્વાઇકલ વિસલ – પોતાની કારમાં એક સર્વાઇકલ સીટી કે વિસલ જરૂર રાખો જેથી વિકટ પરિસ્થિતિમાં સીટીના અવાજ થી તમે બાહરના લોકોની મદદ લઈ શકો.

ફાયર ઇસ્ટીંગ્યુશર – કારમાં તમારી સીટ નીચે એક અગ્નિશામક યંત્ર જરૂર રાખવું જોઈએ. જેથી દુર્ઘટના સમયે કારમાં લાગેલી આગને ઓલવવામાં મદદરૂપ સાબિત થઈ શકે.