પોસ્ટ ઓફિસની આ યોજના આપે છે જોરદાર વ્યાજ

ખબરી ગુજરાત બિઝનેસ

Post Office Scheme: ફિક્સ્ડ ડિપોઝિટથી વધુ વ્યાજ આપનાર ઘણી યોજનાઓ છે. તેમાંથી એક સ્કીમ પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત છે. જે અંતર્ગત ફિક્સ્ડ ડિપોઝિટ કરતા વધુ વ્યાજ આપવામાં આવે છે.

આ પણ વાંચો – ક્ષત્રિય સમાજનો રોષ, કમલમમાં કિલ્લેબંધી, મહિપાલસિંહની અટકાયત

PIC – Social Media

Post Office Scheme: જો તમે પણ ફિક્સ ડિપોઝિટથી વધુ વ્યાજ માટે અન્ય કોઈ યોજનાની શોધમાં છો તો તમારા માટે પોસ્ટ ઓફિસની એક શાનદાર સ્કિમ છે. જેમાં રોકાણ કરીને વધુ નફો મેળવી શકાય છે. પોસ્ટ ઓફિસની આ યોજનામાં રોકાણ પર કોઈ રિસ્ક પણ નથી. સાથે જ પાંચ વર્ષની એફડી કરતા અહીં વધુ વ્યાજ મળે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

અમે વાત કરી રહ્યાં છીએ પોસ્ટ ઓફિસના નેશનલ સેવિંગ સર્ટિફેકેટ (NSC) સ્કીમની. આ પણ એફડી જેમ જ સેવિંગ સર્ટિફિકેટ છે. જેમાં પાંચ વર્ષ સુધી રોકાણ કરવામાં આવે છે. હાલ આ સ્કીમમાં 7.7 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આવો જાણીએ આ સ્કીમ સાથે જોડાયેલી ખાસિયતો વિશે.

ટેક્સ સેવિંગ એફડીમાં ક્યાં કેટલુ વ્યાજ મળે છે

નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં રોકાણ કરતા પહેલા જાણી લઈએ કે ક્યાં ટેક્સ સેવિંગ એફડીમાં સૌથી વધુ વ્યાજ મળી રહ્યું છે. પોસ્ટ ઓફિસ એફડીમાં 7.5 ટકા, સ્ટેટ બેન્ક એફડીમાં 6.5 ટકા, પંજાબ નેશનલ બેન્ક એફડીમાં 6.5 ટકા, બીઓઆઈ એફડીમાં 6.5 ટકા, એચડીએફસી (HDFC) બેન્ક એફડીમાં 7 ટકા અને આઈસીઆઈસીઆઈ (ICICI) બેન્ક એફડીમાં 7 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં કેટલુ રોકાણ કરી શકાય

જો તમે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)માં રોકાણ કરવા માંગો છો તો તમારે ઓછામાં ઓછા 1000 રૂપિયા અને 100ના મલ્ટિપલમાં રોકાણ કરી શકો છો. જ્યારે વધુમાં વધુ રોકાણની કોઈ સીમા નથી. 5 વર્ષમાં આ સ્કિમ મેચ્યોર થઈ જાય છે. વાર્ષિક આધાર પર વ્યાજનુ કમ્પાઉન્ડિંગ કરવામાં આવે છે અને ગેરંટેડ રિટર્ન મળે છે. આ યોજના અંતર્ગત બાળકના નામ પર પણ ખાતુ ખોલાવી શકાય છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ટેક્સમાંથી મુક્તિનો લાભ

આ સ્કીમ અંતર્ગત 10 વર્ષથી ઉપરના બાળકોના નામે એનએસસી લઈ શકાય છે. સાથે જ બે કે ત્રણ લોકો મળીને પણ એનએસસીમાં રોકાણ કરી શકે છે. ભારતનો કોઈપણ નાગરિક આ યોજનામાં રોકાણ કરી શકે છે. આ યોજનામાં રોકાણ તમારી કોઈપણ નજીકની પોસ્ટ ઓફિસની શાખાએ જઈને કરી શકો છો. એનએસસી યોજના અંતર્ગત ઇન્કમ ટેક્સ વિભાગની કલમ 80સી અંતર્ગત વાર્ષિક 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે.