ક્ષત્રિય સમાજનો રોષ, કમલમમાં કિલ્લેબંધી, મહિપાલસિંહની અટકાયત

ખબરી ગુજરાત ગુજરાત

Rupala Controversy : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા કેટલાક ઉમેદવારોને સામે લોકો વિરોધ કરી રહ્યાં છે. રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીના મુદ્દે હાલ ગુજરાતમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.

આ પણ વાંચો – ગાંધી પરિવારને ગાળો દેવા સિવાય મોદી પાસે કોઈ કામ નથી : મલ્લિકાર્જુન ખડગે

PIC – Social Media

Rupala Controversy : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ભાજપે તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો તો જાહેર કરી દીધા છે. પરંતુ કેટલીક જગ્યાએ આ ઉમેદવોરોનો વિરોધ થઈ રહ્યો છે. આમાં સૌથી ગરમ મુદ્દાની વાત કરીએ તો તે છે રૂપાલોનો વિરોધ. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદરવાર પરષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ પર નિવેદન કરી બરાબરના ભરાઈ ગયા છે. ગુજરાતના ક્ષત્રિય સમાજનો રોષ હવે ગુજરાત બહાર પણ ફેલાઈ રહ્યો છે. એક જૂટ થયેલા ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવામાં આવે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

બીજી બાજુ આ મુદ્દાને લઈ ક્ષત્રિય સમાજની બહેનોએ આપેલી વિરોધ પ્રદર્શનની ચીમકીના પગલે ભાજપના કાર્યાલય કમલમ ખાત કિલ્લેબંધી કરવામાં આવી છે. એટલુ જ નહિ અમદાવાદ અને ગાંધીનગર તરફ આવતા રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે ગઈકાલે બપોરે એક વિડિયો મારફતે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે રાજકોટના ઉમેવદાર પરષોત્તમ રૂપાલની ઉમેદવારી રદ્દ નહિ થાય તો શનિવારે બપોરે 4 વાગ્યે ભાજપ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરીશુ.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રોષ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે આજે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમદાવાદ પહોંચ્યા છે. તેઓ બોપલ ખાતે ક્ષત્રિય સમાજની મહિલાઓને મળવા જતા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની અટકાયત કરવામાં આવી છે. મહિપાલસિંહની અટકાયત કરવામાં આવતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.