આ રીતે ફાટે છે દોડતી કારના ટાયર, આ ભૂલો બની શકે છે મોતનું કારણ

ખબરી ગુજરાત લાઈફ સ્ટાઈલ

Car Tyres Blast: ગરમીની સિઝનમાં ટાયર ફાટવાની ઘટના વધુ જોવા મળે છે. કેમ કે આ સિઝનમાં ટાયરનું તાપમાન ઘણું વધી જાય છે. તેથી કાર ચલાવતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો.

આ પણ વાંચો – 25 April : જાણો, આજનો ઈતિહાસ

PIC – Social Media

Car Tyres Blast: ઘણીવાર તમે જોયુ હશે કે ચાલુ કારે અચાનક ટાયર ફાટી (પંચર) જાય છે. તેની પાછળ ઘણા કારણો જવાબદાર છે. ટાયર ત્યારે જ ફાટે છે જ્યારે દબાણમાં રહેલી હવા એક સાથે નીકળી જાય છે. આવું ત્યારે થાય છે જ્યારે તમારુ ટાયર અને સ્ટ્રક્ચર ડેમેજ હોય. ભારે દબાણના કારણે નબળુ ટાયર અંદરની હવાનું પ્રેશર સહન કરી શકતુ નથી. ઘણીવાર ટાયરની કંડીશન ખરાબ હોય છે. જેના કારણે હવા લિકેજ દ્વારા બાહર નીકળવાનો પ્રયત્ન કરે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ટાયર ફાટવાના ઘણા કારણો હોય છે. માર્ગ પર દોડતી કારનું ટાયર જ્યારે કોઈ મોટા ખાડામાં પડે તો તેનું સ્ટ્રક્ચર બગડી જાય છે. ગરમીની સિઝનમાં ટાયર ફાટવાની ઘટના વધારે સાંભળવા મળે છે. ગરમીના કારણે ટાયરનું તાપમાન વધી જાય છે. ચાલુ કારમાં ટાયર સીધુ ગરમ રોડના સંપર્કમાં આવે છે અને ઘર્ષણના લીધે તાપમાન વધી જાય છે. ત્યાર બાદ ટાયરમાં બ્લાસ્ટ થાય છે. ઘણીવાર ટાયરનુ સ્ટ્રક્ટર ઓછુ હોવાના કારણે તેના ફાટવા સંભાવના વધી જાય છે.

સ્પીડમાં કાર ચલાવવી મોઘી પડી શકે છે

સતત સ્પીડમાં કાર ચલાવવાથી પણ ટાયર પર ઘણી અસર પડે છે. ઘણીવાર ટાયરને એ રીતે ડિઝાઇન કરવામાં આવે છે જેનાથી વધુ પ્રેશર પડવાથી ટાયરને ઘણું નુકસાન પહોંચે છે. તે સિવાય ઓવરલોડિંગની સ્થિતિમાં પણ ટાયર ફાટવાની સંભાવના વધી જાય છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મુસાફરી પહેલા કારના ટાયરને ચેક કરી લો

કાર દ્વારા મુસાફરી કરતા પહેલા ગાડીના ટાયરની તપાસ જરૂર કરી લેવી જોઈએ. સાથે જ કારના ટાયરની હવા પણ ચેક કરો. કારમાં થોડી ઓછી કે વધુ હવા હોવાથી કોઈ ફરક નથી પડતો. જ્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખો કે ટાયર ખૂબ વધારે ફૂલેલુ ન હોય અને જો કારમાં ખૂબ જ ઓછી હવા હોય તો તરત ટાયરમાં હવા પૂરાવી લો.