બેંગલુરૂમાં યોજાયો વાઈબ્રન્ટ ગુજરાત 2024નો ભવ્ય રોડ શૉ

ખબરી ગુજરાત ગુજરાત રાષ્ટ્રીય

Jagdish, Khabri Media Gujarat

વાઈબ્રન્ટ ગુજરાત 2024ના પ્રતિનિધિમંડળે 9 નવેમ્બરના રોજ ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં બેંગલુરૂ ખાતે રોડ શો યોજ્યો. આ પ્રસંગે ગુજરાત સરકારના અધિકારીઓ સહિત ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતનું પ્રતિનિધિમંડળ વન-ટુ-વન મીટિંગોમાં વિવિધ ક્ષેત્રોના 19 ઉદ્યોગ અગ્રણીઓને મળ્યું હતું.

આ પણ વાંચો : આ એક્ટ્રસે કર્યું મોહમ્મદ શામીને પ્રપોઝ, કહ્યું – હું લગ્ન માટે તૈયાર છું

રોડ શૉમાં લોકોને સંબોધન કરતી વખતે બળવંતસિંહ રાજપૂતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની સફળતા અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું, કે ગત બે દાયકાઓમાં કેવી રીતે ગુજરાત વિકાસનું રોલ મોડલ અને રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યું છે. તેમણે રાજ્યની કેટલીક સિદ્ધિઓ પણ વર્ણવી હતી, જેમકે, ભારતમાં કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 18% છે, દેશમાં સ્ટાર્ટ-અપ્સની સંખ્યામાં અગ્રેસર છે. ભારતની કુલ ફેક્ટરીઓના 11% ગુજરાતમાં છે. ગુજરાત લોજિસ્ટિક્સ રેન્કિંગમાં પ્રથમ ક્રમે છે, તેણે નિકાસમાં 33% હિસ્સો આપ્યો છે. તેઓએ કહ્યું કે, રાષ્ટ્રીય જીડીપીમાં રાજ્ય નોંધપાત્ર 8.4% યોગદાન આપે છે. ગુજરાતે છેલ્લા બે દાયકાઓમાં ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) માં પણ 15% વધારો નોંધાવ્યો છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ વધુ છે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

ગુજરાતમાં ઇનોવેશનમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરતા ઉદ્યોગમંત્રી વધુમાં જણાવ્યું હતું કે, “ગુજરાતના વિકાસમાં GIFT સિટી, ધોલેરા SIR, ડ્રીમ (DREAM) સિટી, ગ્રીન ફિલ્ડ પોર્ટ, LNG ટર્મિનલ અને હાઇ-સ્પીડ રેલ નેટવર્ક જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં સ્થિત ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ કાર્યરત સ્માર્ટ સિટી છે, જ્યાં ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર અને ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ આવેલાં છે.”

ભારતના પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી અને ફિનટેક-ગિફ્ટની સફળતા અંગે વાત કરતા બળવંતસિંહ રાજપૂતે કહ્યું, કે ગિફ્ટ સિટી સિંગાપોર, દુબઈ, સાઉદી અરેબિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા વૈશ્વિક નાણાકીય કેન્દ્રોની સાથે વ્યૂહાત્મક રીતે સ્થિત છે, જે કંપનીઓ, નાણાકીય સંસ્થાઓ, પેઢીઓ અને રોકાણ ભંડોળોને આકર્ષિત કરે છે. તેમણે જણાવ્યું કે, “ગિફ્ટ સિટી ગૂગલ અને કેપજેમિની જેવી કંપનીઓને આકર્ષી રહ્યું છે અને ફિનટેક હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. તે ગુજરાતની સમર્પિત IT પોલિસીને અનુરૂપ છે, જે સેવા ક્ષેત્રની પ્રગતિને પ્રોત્સાહન આપે છે અને આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપે છે.”

આ પણ વાંચો : ગુજરાતના વાતાવરણમાં પલટો, જાણો ક્યાં થયું માવઠું?

રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં ગુજરાતની અગ્રેસરતા અંગે વાત કરતા ઉદ્યોગમંત્રીએ જણાવ્યું કે, ભારતને નેટ-ઝીરો અર્થતંત્રમાં રૂપાંતરિત કરવાની માનનીય વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતાને અનુરૂપ રાજ્યએ ઘણી નોંધપાત્ર પહેલો હાથ ધરી છે અને રિન્યુએબલ એનર્જી ક્ષમતાને 22 ગીગાવોટ (GW) સુધી પહોંચાડીને એક નોંધપાત્ર માઇલસ્ટોન હાંસલ કર્યો છે. આ સાથે ગુજરાત દેશની કુલ રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં 15%નું યોગદાન આપે છે.

સસ્ટેનેબલ પ્રેક્ટિસિસ માટે રાજ્યની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા તેઓએ કહ્યું, “કચ્છ ખાતે 30 ગીગાવોટ (GW)નો વિશાળ હાયબ્રિડ પાર્ક વિકસિત થઈ રહ્યો છે, અને હાઇડ્રોજન મિશનનો ઉદ્દેશ 100 ગીગાવોટ (GW) ઊર્જાનું ઉત્પાદન કરવાનો છે. અમે સૌર અને પવન ઊર્જાના વિકાસમાં પણ સક્રિયપણે કાર્યરત છીએ.”

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

ઉદ્યોગ મંત્રીએ આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટે તમામ સહભાગીઓને આમંત્રણ આપ્યું હતું. તેમણે તમામ સગભાગીઓને ગુજરાતમાં રોકાણ કરવા માટે અને દેશની વિકાસયાત્રામાં સક્રિય હિસ્સો લેવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.