જ્યાં અન્નના ટુકડાં ત્યાં હરિ ઢુકડા – જય જલિયાણ

ખબરી ગુજરાત ગુજરાત ધર્મ

Shivangee R Khabri Media Gujarat

જલારામબાપા ના દીકરી જમના માઁ ના લગ્ન કોટડાપીઠા જસુ માઁ ના દીકરા સાથે થયા હતા.

એ સમયે જસુ માઁ એ જમના માઁ ને કહ્યું વીરપુર માં જલારામજી અન્નક્ષેત્ર ચલાવે છે. એમને ઠાકર ના આશીર્વાદ પ્રાપ્ત છે. દીકરી તું તારા પિતા ને જઈને કહે કે આપણે અહીંયા પણ અન્નક્ષેત્ર શરૂ કરવાની ઈચ્છા છે. જસુ માઁ એ વીરપુર જઇ ને બાપા ને વાત કરી, બાપા રાજી થયા, કહ્યુ : જેવી મારા ઠાકર ની મરજી.

બાપા એ જમના માઁ ને એક કોઠી આપી અને કહ્યું, આ કોઠી દિવસ માં એક જ વાર પ્રસાદ બનાવી અને પધરાવી દેજો. ત્યાર બાદ આખો દિવસ એમાંથી પ્રસાદ પીરસજો. બાકી મારો ઠાકર ભોજન કરશે. પણ… ભૂલથી પણ આ કોઠી ની અંદર નજર કરવી નહીં.નહિ તો પ્રસાદ નહિ નીકળે.

જમુના માઁ તો સાસરે આવી અને જસુમાઁ ને બધી વાત કરી. અન્નક્ષેત્ર શરૂ થયું. ભક્તો નો પ્રવાહ વધતો જતો. અને જસુ માઁ તો રાજી રાજી થતા. એક દિવસ કોઈ વ્યક્તિ એ જિજ્ઞાસા પૂર્વક એ કોઠી માં નજર કરી.

READ: આ તો ૩૨ લખનો છે ૩૨ લક્ષણો ક્યા ક્યા છે?

પૂજ્ય બાપા ની કહેલી વાત સાચી પડી. પ્રસાદ નીકળતો બંધ થઈ ગયો. પૂજ્ય જસુ માઁ એ આ વાત ના નિવારણ માટે જમના માઁ ને વીરપુર મોકલ્યા જમના માઁ એ બાપા ને ભારે મન સાથે બધી વાત કરી. બાપા મારી સાથે જ આવું કેમ..? બાપા કહે બેટા શાંત થા, જે થયું એ મારા ઠાકર ની મરજી પણ હવે આનો રસ્તો નથી.

પરંતુ, વર્ષો પછી એક હરિ નો અવતાર તમારી જગ્યા માં આવશે અને એ તમારી જગ્યા માં ફરી અન્નક્ષેત્ર ખોલશે. ત્યાર બાદ આ અન્નક્ષેત્ર શરૂ જ રહેશે. અને સાચે જ જસદણ ના શ્રી છોટે જલારામબાપા કહેવાતા “શ્રી હરિરામબાપા” એ ત્યાં જઈ ને અન્નક્ષેત્ર શરૂ કરાવેલું જે આજે પણ અવિતર પણે ચાલુ જ છે. કહેવાય છે ને જ્યાં અન્નના ટુકડાં ત્યાં હરિ ઢુકડા